ગીર સેન્ચુરીમાં 14 સાવજો એકસાથે પાણી માટે સરકારી ટાંકીએ પહોંચ્યા

16 May, 2019 08:26 AM IST  |  | રશ્મિન શાહ

ગીર સેન્ચુરીમાં 14 સાવજો એકસાથે પાણી માટે સરકારી ટાંકીએ પહોંચ્યા

ગીરના સિંહ પાણી માટે તરસ્યાં

પાણીની પળોજણ જો માણસને નડતી હોય તો સ્વાભાવિક છે કે પ્રાણીઓને તો નડવાની જ. ગીરમાં નદીઓ સુકાઈ ગઈ હોવાથી સિંહ અને અન્ય જંગલી જાનવરો માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પાણીની ટાંકીઓ મૂકીને પાણીના ટેન્કર મારફત એમાં પાણી ભરવામાં આવે છે. જોકે તડકો એ સ્તરે પડતો હોય છે કે ટાંકીનું પાણી પણ બાષ્પીભવન થઈ જાય છે અને બપોર પડતાં સુધીમાં તો ગીરનાં પ્રાણીઓ પાણી માટે ટળવળવા માંડે છે જેને કારણે જેવા સવારના સમયે ટેન્કર પાણી ભરવા આવે કે રીતસર આ પ્રાણીઓ પાણીની ટાંકીઓ પર ત્રાટકે છે. ગઈ કાલે પણ એવું જ બન્યું અને કનકાઈ મંદિર નજીક મૂકવામાં આવેલી ટાંકીમાં જેવું પાણી ભરવામાં આવ્યું કે તરત જ એ વિસ્તારમાં ફરતા ૧૪ સિંહનો એક પરિવાર પાણી પીવા માટે ટાંકીએ પહોંચી ગયો હતો અને બપોર સુધી એ જ વિસ્તારમાં રહીને એણે પાણી પીવાનો કાર્યક્રમ કર્યો હતો.

આ પણ વાંચો : મળો અમદાવાદના 'મંકી મેન'ને, જે સેંકડો વાનરોને પહોંચાડે છે ભોજન

મજાની વાત એ છે કે સિંહોએ કબજે કરી લીધેલી પાણીની ટાંકીની આજુબાજુ એક પણ બીજાં જાનવરને આવવા નહોતાં દીધાં. જેવાં બીજાં જાનવર એ બાજુ આવે કે સિંહ પરિવારના મોભીઓ ત્રાડ પાડીને એ બધાંને દૂર કરી દેતાં હતાં.

gujarat Rashmin Shah