રાજકોટના 17મા રાજવીનો રાજતિલક સમારોહ સંપન્ન

30 January, 2020 06:06 PM IST  |  Rajkot | Mumbai Desk

રાજકોટના 17મા રાજવીનો રાજતિલક સમારોહ સંપન્ન

રાજ રજવાડાં નથી રહ્યા છતાં પણ રાજવીઓનો ઠાઠ યથાવત્ છે. આજે રાજકોટનાં 17માં રાજવી ઠાકોર સાહેબ માંધાતા સાહેબની તિલકવિધિ પુરા શાહી દમામથી પુરી કરવામાં આવી. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાજકોટના અગ્રણીઓ, રાજવી પરિવારનાં સભ્યો સહિત દોઢસો જેટલા લોકોની હાજરીમાં આ સમારોહ થયો. રાજતિલકની વિધી દરમિયાન દંડી સ્વામી પણ હાજર રહ્યા હતા અને બરાબર 12.15 કલાકે અભિજીત મુહૂર્તમાં આ વિધી સંપન્ન કરાઇ. વિવિધ સંતો મહંતો સહિત હિન્દુ ધર્માચાર્ય સભાના કન્વિનર પરમાત્માનંદ સરસ્વતી પણ હાજર રહ્યા હતા.

તસવીર સૌજન્ય - જીતેન્દ્રસિંહ જી ગાયકવાડ ફેસબુક પેજ

રાજ્યનો ધ્વજ પણ આ સમારોહ દરમિયાન લહેરાવાયો જો કે રાષ્ટ્રધ્વજ કરતાં તે નીચી કાઠીએ જ ફરકાવાયો હતો. તિલક વિધી પહેલા રોયલ  ગાર્ડઝની હાજરીમાં બેન્ડ બાજા સાથે રાજવી વસ્ત્રોમાં સજ્જ માંધાતા સિંહે ચાંદીની બગીમાં બેસીને આશાપુરા મંદિર સુધીની સફર કરી હતી. સાથે વિન્ટેજ કાર્સનો દબદબો પણ હતો.

 

રાજકોટના રાજવી પરિવારનો ઇતિહાસ ચાર સદી જુનો છે અને સૌથી પહેલા રાજા ઠાકોરજી વિભાજી હતા જે 1608માં પહેલા રાજા બન્યા હતા. 17મા ઠાકોરની આ તિલક વિધીમાં તલવાર રાસ અને દિવડાંઓથી રાજકોટનું રાજવી પ્રતિક રચીને વિક્રમ પણ સર્જવામા આવ્યો.

gujarat rajkot