રાજકોટને આ ઉનાળામાં નહીં નડે પાણીની સમસ્યા

28 February, 2019 06:44 PM IST  |  રાજકોટ | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

રાજકોટને આ ઉનાળામાં નહીં નડે પાણીની સમસ્યા

રાજકોટને ઉનાળામાં નહીં નડે પાણીની સમસ્યા

રાજકોટની પાણીની સમસ્યાના સમાધાન માટે સૌની યોજના હેઠળ મચ્છુ-1 અને ન્યારી-1 ડેમને જોડવાની પાઈપલાઈનની કામગીરી હાથ ધરી હતી. જે હાલ પૂર્ણ થવાના આરે છે. રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તારમાં ખૂબ જ વધારો થયો છે. જેથી પીવાના પાણીની સમસ્યા ન રહે, તે માટે આ પાઈપલાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થઈ જશે. જે બાદ નર્મદાનું પાણી કાલે રાઉકી ગામ ખાતે છોડવામાં આવશે અને ત્યાંથી ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે. નર્મદા યોજના દ્વારા એક પંપ ચાલુ કરવામાં આવે તો દરરોજનું 7 એમ.સી.એફ.ટી પાણી ન્યારી ડેમમાં ઠલવાશે. આ પાઈપલાઈનને મળતી ન્યારી-1 ડેમમાં રોજનું 7 એમ.સી.એફ.ટી. ઠલવાશે. વિસ્તૃત રીતે જોઈએ તો પ્રતિ કલાક 8232 ક્યુબિક મીટર એટલે કે, પ્રતિ સેકન્ડ 2232 લીટર પાણી ડેમમાં આવશે.

આ પણ વાંચોઃ રાજકોટવાસીઓ આનંદો: સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રાજકોટથી AC સ્લીપર બસ સેવા શરૂ થશે

હાલની સ્થિતિ જોઈએ તો રાજકોટ શહેરને સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર અને નર્મદા કેનાલ મારફત પાણી મેળવી દૈનિક 2૦ મિનીટ પાણી વિતરણ કરવા આવે છે. અગાઉ સરકારે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમોને જોડવાની યોજના બનાવી છે. જેના મચ્છુ-૦1 થી આજી-૦1 ડેમ સુધીની નર્મદાના નીરની પાઈપલાઈનનું રૂ.432 કરોડના ખર્ચે સમય મર્યાદા પહેલા જોડાણ કરી આજી જળાશયમાં નર્મદા નીર પહોંચાડ્યું.

rajkot gujarat