રાજકોટ પોલીસે દારૂના 236 કેસ કરી 2.19કરોડનો દારૂ અને258 બુટલેગરો ઝડપ્યા

25 August, 2019 08:55 PM IST  |  Rajkot

રાજકોટ પોલીસે દારૂના 236 કેસ કરી 2.19કરોડનો દારૂ અને258 બુટલેગરો ઝડપ્યા

File Photo

Rajkot : ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે. તેમ છતાં ગુજરાતમાં ગેરકાયદે દારૂના ગોરખ ધંધા મોટા પાયે થઇ રહ્યા છે. સરકાર અને પોલીસ વિભાગ દારૂના ધંધાર્થીઓ સામે કડક પગલા લઇ રહ્યા છે અને વધુ કડક કાયદા પણ બનાવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર પોલીસે દારૂ પર કરેલી રેડના આકડા જાહેર કર્યા હતા. રાજકોટ શહેરમાં દારૂ જુગારના ગણનાપાત્ર કેસો કરી શહેર પોલીસે ગુનેગારોને ભોંભીતર કરી દીધા છે. શહેર પોલીસ કમિશ્નર અગ્રવાલની સૂચનાથી અત્યાર સુધીમાં દારૂના 236 કેસો કરી 258 બુટલેગરોને ઝડપી લઇ 2,19,76,110 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો છે. તેમજ જુગારના 104 કેસો કરી 620 જુગારીઓને પકડી લઇ 25,52,062 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે અત્યાર સુધી શહેરમાં કુલ દારૂના 236 દરોડા પાડી 258 બુટલેગરનો ઝડપી પાડ્યા
શહેર પોલીસે મીડિયા સાથે વાત કરી શહેરમાં દારૂને લઇને પોલીસે અત્યાર સુધી કરેલી કાર્યવાહીના આકડા લોકો સમક્ષ રજુ કર્યા હતા. રાજકોટ શહેરમાં દારૂ જુગારના હાટડાઓ બંધ કરાવવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચૌધરી, ડીસીપી રવિમોહન શૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ડીસીબી, એસઓજી સહિતના જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા શહેરમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલ કામગીરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ

જેમાં જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં શહેર પોલીસ દ્વારા દારૂના 236 દરોડા પાડી 258 બુટલેગરોને ઝડપી લઇ 2.20 કરોડનો મુદામાલ કબ્જે કરી બુટલેગરોને ધૂળ ચાંટતા કરી દીધા છે આ ઉપરાંત જુગારના 104 કેસો કરી 620 શકુનિઓને ઝડપી લઇ 25.52 લાખની મત કબ્જે કરી હતી.

rajkot gujarat