રાજકોટઃ આ દિવાળી ધ્યાન રાખીને ફોડજો ફટાકડાં, નહીં તો લેવાઈ શકે છે પગલાં

23 October, 2019 12:13 PM IST  |  રાજકોટ

રાજકોટઃ આ દિવાળી ધ્યાન રાખીને ફોડજો ફટાકડાં, નહીં તો લેવાઈ શકે છે પગલાં

દિવાળી પર ફટાકડા ફોડતા પહેલા સાવધાન..

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે દિવાળીના તહેવાર પહેલા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. જેનો હેતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ફટાકડાથી થતા પ્રદૂષણ અને જાહેર આરોગ્યને થતી હાનિ રોકવાનો છે. જાહેરનામા પ્રમાણે ફટાકડાના ખરીદ વેચાણ તેમજ ફટાકડા ફોડવા અને આતિશબાજી કરવા પર કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે.

આટલી વાતોનું રાખો ધ્યાન..
-બેસતું વર્ષ શરૂ થતા પહેલા 23.55 થી 00.30 સુધી જ ફટાકડા ફોડી શકાશે.

-મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘર કચરાની સમસ્યા કરતા ફટાકડા નહીં ફોડી શકાય.

-PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા ફટાકડા જ ઉત્પાદન કે વેચાણ કરી શકાશે.

-વિદેશી ફટાકડા આયાત નહીં કરી શકાય.

-ઈ-કૉમર્સ વેબસાઈટ પરથી ફટાકડા વેચી કે ખરીદી નહીં શકાય.

-બોટલિંગ પ્લાન્ટ, આઈ.ઓ.સી પ્લાન્ટ, એ.એસ.એફ.ના પ્લાન્ટ હદમાં ફટાકડા ન ફોડવા.

-તુક્કલનું ઉત્પાદન કે વેચાણ નહીં કરી શકાય.

-જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા તે આતશબાજી કરાવવા પર પ્રતિબંધ છે.

-ફટાકડા ફોડીને રસ્તા પર ફેંકવા નહીં.

-સાયલન્ટ ઝોન જેવા કે હૉસ્પિટલ, નર્સિંગ હોમ, ન્યાયાલયની આસપાસના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

રાજકોટ પોલીસ કમિશ્નરે અધિકારીઓ અને કર્મચારીઓ આ તમામ બાબતોનું પાલન કરાવવા માટે જણાવ્યું છે. આ જાહેરનામું 25 ઑક્ટોબર 2019 થી 24 નવેમ્બર 2019 સુધી અમલમાં રહેશે. જો જાહેરનામાનો ભંગ થાય તો સંબંધિત લોકો પર કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

આ પણ જુઓઃ આ દિવાળી દેખાવું છે હટકે! તો ફૉલો કરો ગુજરાતી અભિનેત્રીઓના સ્ટાઈલ સ્ટેટમેન્ટને..

તો રાજકોટમાં આ દિવાળી પર ફટાકડા ફોડતા પહેતા સાવધાન રહેજો..

diwali rajkot gujarat