રાજકોટઃ ભાજપની જીત બાદ અહીં મળશે ફ્રી CNG, જાણો એડ્રેસ

23 May, 2019 09:03 PM IST  |  રાજકોટ

રાજકોટઃ ભાજપની જીત બાદ અહીં મળશે ફ્રી CNG, જાણો એડ્રેસ

(ફોટો: બિપિન ટંકારિયા)

લોકસભા ચૂંટણીમાં ભાજપની ધમાકેદાર જીતનો ઉત્સવ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ભાજપે આ લોકસભા ચૂંટણીમાં પણ 2014ની જેમ તમામ 26 સીટો પર જીત મેળવી છે ત્યારે રાજકોટના એક સીએનજી પંપના માલિકે એનોખી ઉજવણી કરી હતી. જેમાં શહેરમાં ઓટો રીક્ષામાં ફ્રીમાં સીએનજી પુરાવાની ઓફર કરવામાં આવી છે. જેને પગલે મોટી સંખ્યામાં ઓટો રીક્ષા પહોંચી હતી.



મળતી માહિતી પ્રમાણે રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા પોતાના પંપ પર રિક્ષાઓમાં ફ્રીમાં સીએનજી આપી રહ્યા છે. આ સીએનજી પંપ પર સવારે 11 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી મફતમાં ગૅસ ભરી આપવાનું શરુ કર્યું હતું. આ 'ક્લિન વિક્ટરી ગ્રીન વિક્ટરી'ના અભિયાન હેઠળ શરુ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણીના અભિયાન 'ક્લિન વિક્ટરી, ગ્રીન વિક્ટરી' અંતર્ગત ફટાકડા ફોડીને જશ્ન મનાવવાનો નિર્ણય કર્યો હતો.



હાલ રાજકોટના પેટ્રોલ પંપ સીએનજી પુરાવવા માટે 1.5 થી 2 કિલોમીટર સુધીની લાંબી લાઈન જોવા મળી રહી છે. અત્યાર સુધી 3,000 જેટલી રીક્ષાઓને ફ્રીમાં સીએનજી પૂરવામાં આવ્યો છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાતના 11 વાગ્યા સુધીમાં કુલ 9,000 જેટલી રિક્ષાઓને ફ્રીમાં ગૅસ પૂરી આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2019: દિલ્હી ભાજપ કાર્યાલય પહોંચ્યા PM મોદી

ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાની જીત થઈ છે. મોહન કુંડારિયાએ કૉન્ગ્રેસના ઉમેદવાદ લલિત કગથરાને હાર આપી હતી. હાલ રાજકોટના સીએનજી રીક્ષા ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. ભાજપની જીતની રાજકોટના રીક્ષાચાલકો માટે ખુશ ખબરી લઈને આવી છે.

gujarat bharatiya janata party Election 2019 Gujarat BJP