રાજકોટ: હવે શિક્ષકોની હાજરી ઑનલાઇન પુરાશે

21 May, 2019 09:04 AM IST  |  રાજકોટ

રાજકોટ: હવે શિક્ષકોની હાજરી ઑનલાઇન પુરાશે

પ્રતીકાત્મક તસવીર

શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઑનલાઇન પૂરવામાં આવશે. રાજકોટ જિલ્લાની કુલ ૨૮૦ સ્કૂલમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થતાં ૬ હજાર જેટલા શિક્ષકો અને ૧.૨૫ લાખ વિદ્યાર્થીઓની આગામી સત્રથી ઑનલાઇન હાજરી પુરાશે. ઑનલાઇન હાજરી પૂરવાનું શરૂ થઈ જતાં ગુટલીબાજ શિક્ષકો મૂંઝવણમાં મુકાયા છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ પત્ર બહાર પાડતાં જણાવ્યું કે જૂન ૨૦૧૯થી શરૂ થતા નવા સત્રનો શુભારંભ થતાની સાથે સમગ્ર રાજ્યમાં આગામી ૧૦ જૂનથી ઑનલાઇન એસ.એસ.એ પોર્ટલ પર હાજરી પૂરવાનો શુભારંભ થશે. સ્કૂલ ખૂલતાંની સાથે સવારના ૧૧.૩૦ પહેલાં હાજરી પુરાય એ ખૂબ જ જરૂરી છે. તેમ જ તમામ સ્કૂલમાં ધોરણ ૯થી ૧૧ના તમામ સરકારી તથા બિનસરકારી, ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓની માહિતી અપડેટ કરવાની રહેશે.

આ પણ વાંચો : ગુજરાત બોર્ડ ધોરણ 10માંનુ 66.97% પરિણામ જાહેર, છોકરીઓએ મારી બાજી

આ સાથે જ જણાવ્યું કે તમામને સ્કૂલના યુઝર આઇડી અને પાસવર્ડ પણ આપવામાં આવ્યા છે. તેમ છતાં કોઈ મુશ્કેલી હોય તો આપના તાલુકાના બીઆરસી ભવન કે શહેરી વિસ્તારના યુઆરસી ભવનના બ્લૉક એમઆઇએસનો સંપર્ક કરવો.

gujarat rajkot