બિહાર બાદ ગુજરાત સરકાર જાગી,રાજકોટમાં લીચીનું સઘન ચેકિંગ,142 કિલોનો નાશ

25 June, 2019 05:05 PM IST  |  Rajkot

બિહાર બાદ ગુજરાત સરકાર જાગી,રાજકોટમાં લીચીનું સઘન ચેકિંગ,142 કિલોનો નાશ

લીચીનો નાશ કરતી રાજકોટ આરોગ્ય શાખા (PC : Bipin Tankaria)

Rajkot : કોઇ મોટી ઘટના બને ત્યાર બાદ સરકાર સફાળી જાગે છે અને ત્યાર બાદ તમામ પગલા ભરવામાં આવે છે. સુરતમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોય કે બિહારમાં લીચી ખાધા બાદ નાના બાળકો મોટી સંખ્યામાં મુત્યું પામ્યા હતા. ત્યાર બાદ સરકાર જાગી હતી અને લીચીને માર્કેટમાંથી દુર કરી હતી. તેને પગલે ગુજરાતમાં રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દોડતી થઇ હતી અને 142 કિલો લીચીનો નાશ કર્યો હતો.


ભારતમાં બિહારની ઘટનાને આજે 10થી વધુ દિવસ થઈ ગયા છે. ત્યારે બિહારના પડઘા રાજકોટમાં પણ જોવા મળ્યા હતા અને શહેરનું આરોગ્ય વિભાગ જાગ્યું હતું. આરોગ્ય વિભાગે શહેરમાંથી કુલ 142 કિલો લીચીનો નાશ કર્યો છે. અલગ અલગ 9 ફ્રુટ માર્કેટમાંથી આ લીચીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે બિહારના મુઝફફર અને આસપાસના વિસ્તારમાં નાના બાળકોને મગજનો તાવ આવવાની ઘટના બની હતી. જે થવા પાછળનું સંભવિત કારણ લીચી હોવાનું સામે આવ્યું છે. જેથી શહેર મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીના આદેશ અનુસાર શહેરમાં લીચીની ગુણવત્તાની જાણવળી અંગેનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

લીચી ખરીદતા સમયે આટલી બાબતને ધ્યાનમાં રાખવી

1) ભૂખ્યા પેટે લીચીનો ઉપયોગ ટાળવો.
2) લીચીનો ઉપયોગ કરતા પહેલા તેને નળના વહેતા પાણીથી ધોવી જોઈએ.
3) ઈંચથી નાની, લીલા કલરની, હાર્ડ (નક્કર) લીચી પાકેલી ન હોવાની શક્યતા હોય, આવી લીચીનો ઉપયોગ ન કરવો.
4) લીચીની છાલ મોઢાથી કયારેય ન કાઢવી. પ્રથમ હાથેથી હકાલ કાઢ્યા બાદ લીચીને ખાવું જોઇએ.
5) સારી લીચી લાલ કલરની ચળકાટવાળી, એક ઈંચથી મોટી દબાવવાથી સહેજ લીચીનો રસ આવવો, ખરાબ વાસ વગરની હોય છે.
6) વધારે પોચી તથા લીચીની છાલ તુટી ગઈ હોય તેનો ઉપયોગ ટાળવો.
7) લીચી ખરીદ્યા બાદ ઠંડા તાપમાને રાખી એક જ દિવસમાં ઉપયોગ કરવો.

rajkot gujarat