ટેક્સ રિકવરીમાં રાજકોટ મનપાએ રચ્યો ઈતિહાસ,એક દિવસમાં 40 કરોડનું કલેક્શન

01 April, 2019 11:35 AM IST  |  રાજકોટ

ટેક્સ રિકવરીમાં રાજકોટ મનપાએ રચ્યો ઈતિહાસ,એક દિવસમાં 40 કરોડનું કલેક્શન

રાજકોટ મનપાએ રચ્યો ઈતિહાસ

રાજકોટ મહાનગરપાલિકાએ આ વર્ષે પહેલી વાર સૌથી વધારે ટેક્સ કલેક્ટ કર્યો છે. શહેરના 72 હજાર 008 મિલકત ધારકોએ એક જ દિવસમાં 40 કરોડ 44 લાખનો વેરો ઑનલાઈન ભરપાઈ કર્યો. 31 માર્ચે કુલ 3 કરોડ 04 લાખના વેરાની વસુલાત કરવામાં આવી. વર્ષ 2018-19માં પાલિકાએ કુલ 248 કરોડ 16 લાખના વેરાની વસુલાત કરી. શહેરના કુલ 3 લાખ 1 હજાર 467 મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યો છે. એક જ દિવસમાં 40 કરોડથી વધારેના કલેક્શન સાથે રાજકોટ મનપાએ વિક્રમી કલેક્શન કર્યું છે.

અમદાવાદ મનપા પણ નથી પાછળ

અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આ વર્ષે 950 કરોડ 43 લાખની ટેક્સથી કમાણી કરી છે. ગઈકાલ મધ્યરાત્રિ સુધીમાં આ આંકડામાં 5 કરોડ જેટલો વધારો થયો હોવાની શક્યતા છે. નાણાંકીય વર્ષ 2019-19માં મનપાનો 950 કરોડનો ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક હતો. AMCની મુખ્ય આવક ટેક્સ જ છે. જેમણે ટેક્સ ન ભર્યો હોય તેવા લોકો પાસેથી વસૂલાત કરવા માટે મનપાએ 34,000 કોમર્શિયલ યુનિટ્સને સીલ પણ કર્યા હતા.

રિકવરી માટે જેમનો લાંબા સમયથી ટેક્સ બાકી હોય તેવી 21 કોમર્શિયલ પ્રોપર્ટીની હરાજી પણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાંથી બે પ્રોપર્ટીની હરાજી થઈ હતી પરંતુ તેમના કોઈ ખરીદદાર ન મળતા હવે તે AMCની માલિકીની થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ પ્રોપર્ટી ટેક્સ ન ભરતા ગુજરાતમાં BSNLની ઑફિસ પર લાગ્યા તાળા

ટેક્સની વસૂલાત માટે આ વખતે AMCએ સરકારી સંસ્થાઓને પણ નહોતી બાકી રાખી. શહેરભરમાં આવેલી BSNLની ઑફિસ સાથે પોસ્ટ ઑફિસને પણ સીલ કરવામાં આવી હતી. સાથે એક હોટેલ ચેઈનને પણ સીલ કરવામાં આવી હતી.