રાજકોટઃકન્હૈયા કુમારે કર્યા પીએમ મોદી પર પ્રહાર

13 February, 2019 02:00 PM IST  |  રાજકોટ

રાજકોટઃકન્હૈયા કુમારે કર્યા પીએમ મોદી પર પ્રહાર

તસવીર સૌજન્યઃ બિપીન ટંકારિયા

રાજકોટમાં યુવા નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને JNUના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમાર એક સાથે જોવા મળ્યા. રાજકોટમાં બંધારણ બચાવો, દેશ બચાવો રેલી પહેલા કન્હૈયા કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. કન્હૈયા કુમારે પીએમ મોદી પર ભ્રષ્ટાચાર કરવાનો અને અનિલ અંબાણીને લાભ કરાવવાનો આરોપ લગાવ્યો છે. તો ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકસભાની ચૂંટણી લડવાની વાતને અફવા ગણાવી છે.

પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યા કોંગ્રેસના પૂર્વ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ

મારો પરિવાર દેશસેવા કરે છેઃકન્હૈયા કુમાર

કન્હૈયા કુમારે કહ્યું કે દેશમાં સરકારની શું જવાબદારી છે, નાગરિકોના શું અધિકાર છે, ફરજ છે તેના પર અમે ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ અમારા કાર્યથી સરકારમાં બેઠેલા લોકો ગભરાયેલા જોવા મળે છે. જોકે, તેઓ દાવો કરે છે કે તેઓ તાકતવર છે સાશન પ્રસાશન તેમની સાથે છે. તેમ છતાં અમારા જેવા નવ યુવાનોથી તેઓ ડરી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, મને આ લોકો દેશદ્રોહી કહે છે પરંતુ મારા પરિવારમાંથી અનેક લોકો દેશની સેવા કરી રહ્યા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જોકે, આ સત્યને છૂપાવવા માટે આ લોકોને મુશ્કેલીઓ આવી રહી છે. આ લોકો દેશદ્રોહીનો ઢોલ ખુબ જ જોરજોરથી વગાડી રહ્યા છે. તેમનો આ ઢોલ એક દિવસ ફાટી જશે. જોકે, ફાટી ગયો છે. એનું એક ઉદાહરણ છે.

જિજ્ઞેશ મેવાણી-હાર્દિક પટેલની સ્પષ્ટતા

જિજ્ઞેશ મેવાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી. આ બાબતે અફવા ફેલાઈ રહી છે. તો બીજી તરફ હાર્દિક પટેલે પોતે ચૂંટણી ક્યાંથી લડશે તે બાબતે સ્પષ્ટતા કરીશ. હાર્દિક પટેલે કહ્યું,'હું ચૂંટણી લડીશ પણ ક્યાંથી લડીશ એ હવે જણાવીશ , 2019 માં ચૂંટણી લડું કે નહીં એ નક્કી નહીં - ચૂંટણી લડીશ એ ચોક્કસ'

આ પણ વાંચોઃ રાજકોટ: કન્હૈયા કુમારની સભા માટે જગ્યાની ખેંચતાણ

કન્હૈયાકુમારે કર્યા વખાણ

તો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કન્હૈયા કુમારે હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીના વખાણ કર્યા. આ બંને યુવા નેતાઓ વિશે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું,' આ બંને યુવા નેતાઓના આંદોલનના કારણે ગુજરાતના લોકોને ગુજરાતની સારી બાબત પણ ધ્યાનમાં આવી છે. ગુજરાતની ધરતી ઉપર આજે એવા લોકો છે જે સંવિધાનને બચાવવા માટેની લડાઇ લડી રહ્યા છે.'

kanhaiya kumar Jignesh Mevani hardik patel gujarat news rajkot