ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે સરકાર પ્રયાસ કરશેઃ સૌરભ પટેલ

21 January, 2020 09:42 AM IST  |  Rajkot

ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે સરકાર પ્રયાસ કરશેઃ સૌરભ પટેલ

સૌરભ પટેલ

કડકડતી ઠંડીને લઈને ખેડૂતોને રાત્રે પાણી વાળવામાં મુશ્કેલી થઈ રહી છે. આથી રાજકોટ ભારતીય કિસાન સંઘ દ્વારા ઊર્જા પ્રધાન સૌરભ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ખેડૂતોને દિવસ દરમિયાન પણ લાઇટ આપવાની માગ કરી હતી. આથી સૌરભ પટેલે ખેડૂતોને દિવસે વીજળી આપવા સરકાર પ્રયાસ કરશે એવું જણાવ્યું હતું.

ખેડૂતોને દિવસ દરમિયાન પણ લાઇટ આપવાની માગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટના સર્કિટ હાઉસ ખાતે ઊર્જા પ્રધાન સૌરભ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિસાન સંઘ દ્વારા ઊર્જા પ્રધાન પાસે માગ કરવામાં આવી હતી કે રાતના સમયે જંગલી જાનવરોના ત્રાસનો ભય તથા શિયાળુ પીત સમયે ભારે ઠંડીનો ખેડૂતો સામનો કરી રહ્યા હોય છે ત્યારે ખેડૂતોને દિવસના વીજળી આપવાની કિસાન સંઘે માગ કરી હતી.

આ પણ વાંચો : સુરત : શિવમંદિરમાં ભાવિકોએ ભગવાનને જીવતા કરચલાનો અભિષેક કર્યો

બીજી તરફ ઊર્જા પ્રધાન સૌરભ પટેલે આ અંગે સરકાર વિચારણા કરી રહી હોવાનો દાવો કરીને ઊર્જા ક્ષેત્રે થયેલાં કામને આગળ કર્યાં હતાં અને ભવિષ્યમાં ખેડૂતોના હિતમાં સરકાર ચિંતિત હોવાનો દાવો કર્યો હતો. કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દિવસે લાઇટ આપવા અંગે તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

gujarat rajkot