રાજકોટઃ દિવ્યાંગ બાળાઓનો તલવાર-રાસ

07 October, 2019 07:51 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

રાજકોટઃ દિવ્યાંગ બાળાઓનો તલવાર-રાસ

પ્રજ્ઞાચક્ષુ બાળાઓના તસવાર રાસ

આંખે બરાબર દેખાતું હોય એ વ્યક્તિ પણ તલવાર હાથમાં લઈને રાસ રમવાનું કે રાસ રમતાં-રમતાં તલવારબાજી કરવાનું વિચારી ન શકે, પણ એ કામ શનિવારે રાજકોટના વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની બાળાઓએ કર્યું. સ્ટેજ પર આ બાળાઓ તલવાર લઈને એવો તો રાસ રમી કે ઑડિયન્સમાં બેઠેલું કોઈ પણ એ માનવા તૈયાર નહોતું કે આ બાળાઓને આંખે જરાસરખુંય દેખાતું નથી.

આ પણ જુઓઃ 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

શૌર્ય રાસ એવા આ રાસમાં જો એક સ્ટેપની પણ ભૂલ થાય તો તલવાર સામેવાળાને વેતરી નાખે, પણ આ બાળાઓ કૉન્ફિડન્સ સાથે રાસ રમી અને જરાસરખીય ભૂલચૂક ન થઈ.તલવાર સાથેના શૌર્ય રાસ પછી આ બાળાઓએ ગઈ કાલે દીવા રાસ પણ કર્યો હતો. દીવા રાસમાં સળગતા દીવા હાથમાં રાખીને ૯ મિનિટ રાસ રમવાનું હતું. આ રાસમાં જરાસરખીય ભૂલ થાય તો પોતાનાં કે બીજી બાળાનાં કપડાં સળગાવી મૂકે એવું જોખમ સતત હતું, પણ દિવ્યાંગ દીકરીઓએ જરાસરખીય સરતચૂક વિના માતાજીની આરાધના પૂરી કરી હતી.

navratri gujarat rajkot