CM સામે નાગરિકોના પ્રશ્નો ઉઠાવતા કોંગી કાર્યકર્તાઓની અટકાયત

09 October, 2019 11:29 AM IST  |  ગાંધીનગર

CM સામે નાગરિકોના પ્રશ્નો ઉઠાવતા કોંગી કાર્યકર્તાઓની અટકાયત

મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં મંગળવારે 229 કરોડના વિકાસના કામોનું ઉદ્ધાટન કર્યું. તેમણે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 2, 176 હાઉસિંગ ફ્લેટ્સ અર્પણ કર્યા. જે રાજકોટ મહાનગર પાલિકા અને RUDAએ સાથે મળીને બનાવ્યા છે. સાથે MIG હાઉસિંગના 193 યુનિટ માટે પાયો પણ નાખ્યો. મુખ્યમંત્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજકોટ આવ્યા હતા.

જો કે, આ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કારણ કે તેઓ નાગરિકોના પ્રશ્નો ઉઠાવવા માટે મુખ્યમંત્રીને મળવા માંગતા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના નેતા વિપક્ષ વશરામ સાગઠિયાએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે સિવિલ હૉસ્પિટલનો મુદ્દો ઉઠાવ્યો છે, જેના બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે. જેના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે લાખોની 'ડ્રીમ ગર્લ' નુસરત ભરૂચા ગુજરાતી છે!

સાથે જ સાગઠિયાએ એમ પણ કહ્યું કે, "શહેરના મોટાભાગના રસ્તાઓ વરસાદથી ધોવાઈ ગયા છે. શાસક ભાજપ અને મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું છે કે રસ્તાની જાળવણીની 3 વર્ષ સુધીની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. પરંતુ તેઓ સમારકામ નથી કરતા, અને તેની સામે કોઈ પગલા નથી લેવામાં આવ્યા. તેમણે નાગરિકોની સમસ્યા માટે ખાસ ટોલ ફ્રી નંબર જાહેર કરવાની પણ માંગ કરી."

Vijay Rupani Gujarat BJP Gujarat Congress