દારૂ પાર્ટી બાદ શહેર પોલીસે દરોડા પાડી 3 હજાર લીટર દેશી દારૂ નાશ કર્યો

20 September, 2019 06:05 PM IST  |  Rajkot

દારૂ પાર્ટી બાદ શહેર પોલીસે દરોડા પાડી 3 હજાર લીટર દેશી દારૂ નાશ કર્યો

રાજકોટ શહેરે દેશી દારૂનો નાશ કર્યો

Rajkot : રાજકોટ શહેરમાં ગુરૂવારે કૃષ્ના વોટર પાર્કમાં નિવૃત પોલીસના બર્થે પાર્ટીમાં રેડ પાડ્યા બાદ શહેર પોલીસ હરકતમાં આવી હતી અને આજે એટલે કે શુક્રવારે શહેરભરમાં પોલીસે રેડ પાડી હતી. રેડ દરમ્યાન પોલીસને 3 હજાર લીટરથી વધુ દેશી દારૂ અને આથો મળી આવ્યો હતો. જેનો પોલીસે ઘટના સ્થળે જ નાશ કર્યો હતો.


રાજકોટ શહેર પોલીસ વહેલી સવારથી પોલીસની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ધોંસ બોલાવી હતી. જેમાં 3 હજાર લિટર દેશી દારૂ અને આથાનો નાશ કરવામાં આવ્યો હતો. તો ઘરમાં જ દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો પણ વાઈરલ થયો છે. આ વીડિયો થોરાળા વિસ્તારનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે અગાઉ આ જ વિસ્તારમાં બુટલેગરના ત્રાસથી એખ પરિવારે આત્મહત્યાની ચીમકી આપી હતી.


કુબલિયાપરામાં ઠેર ઠેર દેશી દારૂની મિનિ ભઠ્ઠીઓ
શહેરના કુબલિયાપરામાં ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ આવેલી છે અને બુટલેગરો રોજ હજારો લિટર દેશી દારૂ બનાવી વહેંચે છે. કુવાડવા પોલીસ સ્ટેશનની દીવાલ પાછળ 100 મીટરના અંતરે જ દેશી દારૂ વેચવામાં આવે છે. અહીં હક્કાભાઇ અને માવુબેન દારૂની ભઠ્ઠી ચલાવે છે. રોજનો હજારો લિટર દેશી દારૂ વહેંચે છે. પોલીસ અહીં ચેકિંગ કરવા આવતી ન હોવાનો સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

આ પણ જુઓ : રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?

પોલીસ 6600ના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી
પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા કુબલિયાપરામાંથી રાધાબેન બચુભાઇ મકવાણા અને કરણભાઇ કિશોરભાઇ સોલંકીની ધરપકડ કરી છે. તેમજ તેઓ પાસેથી દેશી દારૂનો આથો 3000 લિટર, દેશી દારૂ 10 લિટર અને ભઠ્ઠીના સાધનો સહિત 6600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

rajkot gujarat