રાજકોટ : મૂશળધાર વરસાદને કારણે પૂરમાં તણાયું ભેંસોનું ટોળું, જુઓ વીડિયો

07 July, 2020 05:44 PM IST  |  Rajkot | Gujarati Mid-day Online Correspondent

રાજકોટ : મૂશળધાર વરસાદને કારણે પૂરમાં તણાયું ભેંસોનું ટોળું, જુઓ વીડિયો

રાજકોટમાં ભેંસોનું ધણ (ટોળું) તણાયું

ગુજરાતા અનેક વિસ્તારોમાં ખૂબ જ વરસાદ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. અહીં રાજકોટ જિલ્લાના એક ગામનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘણી બધીં ભેંસો પાણીમાં તણાતી જોવા મળે છે. ન્યૂઝ એજન્સી ANI તરફથી શૅર કરવામાં આવેલા 15 સેકેન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર પૂરનું પાણી ભરાયેલું જોવા મળે છે અને પાણીનું વર્તન એટલું વધારે છે કે આમાં ઓછામાં ઓછી આઠ ભેંસ પાણીના ઝડપી વહેણ સાથે વહેતી જોવા મળે છે.

જણાવીએ કે સૌરાષ્ટ્રમાં રવિવારથી મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. અહીં કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ઓછાં દબાણનું ક્ષેત્ર બનેલું છે. જો કે, હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે બુધવારે ભારે વરસાદથી રાહત મળી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે ANIને જણાવ્યું કે જામનગર, દ્વારકા અને કચ્છમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. ગીર, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના લગભઘ દરેક જિલ્લામાં મંગળવારે પણ ભારે વરસાદની શક્યા છે. જો કે, બુધવારે રાહત મળી શકે છે.

એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં આટલી વરસાદ 30 સાલ વર્ષ જૂનો પૂલ તણાઇ ગયો છે. જો કે, આ ઘટનામાં કોઇ જોખમી નથી થયું. NDRFની એક ટીમને ખંભાલિયા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે જ્યાં, ગુજરાતના કેટલાક ભાગમાં મૉનસૂન પૂરજોરમાં છે, તો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમ સ્તરની વરસાદનું અનુમાન છે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ સારી વરસાદ થયો છે. આ રાજ્યોમાં કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો છે. રાજધાની દિલ્લીમાં સામાન્ય વરસાદ થયો છે, જેથી તાપમાનમાં ઘટાડો થયો છે. આગમી કેટલાક દિવસોમાં વરસાદનું અનુમાન છે.

gujarat rajkot national news Gujarat Rains