રાજકોટને હવે શાંતિ, ભાદર ડેમમાં ભરાયા નર્મદાના નીર

16 June, 2019 08:39 PM IST  |  રાજકોટ

રાજકોટને હવે શાંતિ, ભાદર ડેમમાં ભરાયા નર્મદાના નીર

રાજકોટના આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમમાં નર્મદાનું પાણી પહોંચી ચૂક્યુ છે. ત્યારે હવે ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યા છે. ભાદર ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા રાજકોટ શહેર સહિત જેતપુર, ગોંડલ, શાપર, વેરાવળ, અને ભાદર રાજકોટના 14 ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ચૂકી છે. રાજકોટના જીવાદોરી સમાન ત્રણેય ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા હવે રાજકોટ જિલ્લાને પાણીની સમસ્યા નડે તેવી શક્યતા નહિવત્ છે.

ઉલ્લેખનીય છે કે સૌની યોજના હેઠળ રાજકોટના હૃદય સમ્રાટ એવા આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવાયો છે. માત્ર ૭ મહિનાના ગાળામાં 31 કિ.મી.ની પાઇપલાઇન તાત્કાલી નાખ્યા બાદ આજી ડેમમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. સૌની યોજના પાછળ 380 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લોકસભા પૂર્વે સૌની યોજના રાજકોટના ન્યારી-૧ ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના પાણી પહોંચાડી દેવાયા હતાં અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા નીરના ઓનલાઈન વધામણા કરી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતાં.

ત્યારબાદ હવે સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચતા રાજકોટ જિલ્લાના લોકો રાજ્ય સરકાર પર આફરીન પોકારી રહ્યા છે. આજે સવારે નર્મદા નીરનું આગમન થયા પૂર્વે ભાદર ડેમનું તળિયું દેખાવા લાગ્યું હતું અને ડેમમાં માત્ર ૮૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો જ બચ્યો હતો; જોકે હવે આથી નર્મદાનું પાણી આવી પહોંચતા પૂન: ડેમની સપાટી ઉચકાવા લાગી છે અને જોતજોતામાં આવશ્યકતા અનુસાર ડેમમાં જળ જથ્થો ઠાલવવામાં આવનાર છે.

rajkot gujarat news