Into the Wild હવે ગીરમાં?

05 October, 2020 07:31 AM IST  |  Rajkot | Rashmin Shah

Into the Wild હવે ગીરમાં?

સિંહ

પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ત્યાર પછી સાઉથના સુપરસ્ટાર રજનીકાન્ત અને છેલ્લે અક્ષયકુમાર સાથે ડિસ્કવરી ચૅનલ માટે ‘ઇન્ટુ ધ વાઇલ્ડ’ સિરીઝના એપિસોડ તૈયાર કર્યા પછી હવે શોના હોસ્ટની ઇચ્છા છે કે વધુ એક એપિસોડ ઇન્ડિયામાં શૂટ કરવો. એ માટેનું કારણ એ પણ છે કે આ ત્રણ એપિસોડને રેકૉર્ડબ્રેક ટીઆરપી મળી છે, જેનો લાભ ચૅનલને પણ થયો છે.

‘ઇન્ટુ ધ વાઇલ્ડ’ના હોસ્ટ અને કો-કન્ટેસ્ટન્ટ બેઅર ગ્રિલ્સની ઇચ્છા છે કે હવે પછીનો એપિસોડ એશિયાટિક લાયન છે એવા ગીરમાં શૂટ કરવામાં આવે, જેને માટે ઑલરેડી ગ્રિલ્સની ટીમે ગુજરાત ગવર્નમેન્ટનો કૉન્ટૅક્ટ પણ કર્યો છે અને ગીરમાં એપિસોડ શૂટ કરવો હોય તો કઈ-કઈ ફૉર્માલિટી કરવાની હોય છે એની જાણકારી પણ મેળવી છે. મજાની વાત એ છે કે એશિયાટિક લાયનના એકમાત્ર હેડક્વૉર્ટર એવા ગીરમાં પોતાની સાથે ગ્રિલ્સ બીજા કોઈને નહીં, પણ મહાનાયક અમિતાભ બચ્ચનને ગેસ્ટ બનાવવા માગે છે. બિગ બીની ઉંમર અને તેમની શારીરિક વ્યાધિનું ધ્યાન શોમાં રાખવાની ગ્રિલ્સની પૂરી તૈયારી છે. અલબત્ત વાત પણ હજી પ્રારંભિક તબક્કામાં છે એટલે નૅચરલી હજી બધું નક્કી થતાં પણ સમય લાગશે.

પોણો કલાકના એક એપિસોડ માટે અંદાજે દોઢ દિવસનું શૂટિંગ કરવામાં આવે છે

gujarat rajkot Rashmin Shah