રાજકોટના આજી ડૅમમાં નવા નીરની આવક થતાં ઓવરફ્લો

09 September, 2019 07:17 AM IST  |  રાજકોટ

રાજકોટના આજી ડૅમમાં નવા નીરની આવક થતાં ઓવરફ્લો

આજી ડેમ ઓવરફ્લો

રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. આ ઉપરાંત ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે આજી ડૅમમાં નવા નીરની આવક થઈ રહી છે ત્યારે આજી ડૅમ સતત ૬ દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓ રવિવારે આજી ડૅમમાં નાહવાની મજા માણવા મોટી સંખ્યામાં પહોંચ્યા છે.

વરસાદ વરસવાની સાથે રાજકોટને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળી શકે છે. વરસાદના લીધે વિવિધ જળાશયો અને ડૅમમાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ભાદર, આજી અને ન્યારી ડૅમની પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. મોરબીના વાડીસંગ ડૅમમાં પણ પાણીની આવક થઈ છે.

આ પણ વાંચોઃ વરસાદ બન્યો વેરી, અમરેલીમાં ડૂબ્યું આખું મંદિર, જુઓ વીડિયો

નોંધનીય છે કે આજી-૧, આજી-૨, આજી-૩ સંપૂર્ણ ભરાયાં છે. આ ઉપરાંત ચાપરવાડી-‍૧ કબીર સરોવર, ચાપરવાડી-૨ ડૅમ ૧/૨/૩ ઓવરફ્લો થયા છે; જ્યારે ધોળીધજા, કંકાવટી, ખોડાપીપપર, લિંબીડી, ભોગાવો-૧, મચ્છુ ૧/૨/૩, મોરસલ, મોતીસર, નાયકા, ન્યારી ૧-૨, પન્ના, ફરડંગબેટી, રંગમતી, ત્રિવેણી થાંગા, ઉંડ-૧, ઉંડ-૨, વેરી, વાડીસંગ ડૅમ છલકાયા છે. ડૅમની આસપાસ રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ સહેલાણીઓ મજા માણી રહ્યા છે ત્યારે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.

rajkot news Gujarat Rains