ડાયનાસૉર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું

09 June, 2019 12:31 PM IST  |  મહીસાગર

ડાયનાસૉર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું

ડાયનાસૉર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે સવારે રૈયોલી ડાયનોસૉર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રૈયોલી ડાયનોસૉર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટર મહીસાગરના બાલાસિનોર તાલુકામાં આવેલું છે.

 

 

આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને મંડપ-વ્યવસ્થા, બેઠક-વ્યવસ્થા, વીજળી પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો તેમ જ વ્યવસ્થા, પાર્કિંગ, આરોગ્ય વિષયક તેમ જ સફાઈ -વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના અધિકારીઓને સોંપવામાં આવેલી તમામ કામગીરીના સંકલનમાં રહીને ટીમવર્ક સાથે કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ડાયનાસૉર પાર્કમાં તો બીજી બાજુ રાજ્યની પોલીસ દ્વારા સુરક્ષાને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તેમ જ તમામ સ્થળોએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ પાર્ક લગભગ ૭ કરોડ રૂપિયાના ખર્ચે બાવન એકરમાં તૈયાર કરવામાં આવ્યો છે.

ફોસિલ પાર્કથી લોકોને ડાયનોસૉર્સનાં રહેઠાણ, ટેવ, ખોરાક, જીવનપદ્ધતિ અને એના અંત વિશે માહિતી મળશે. ૨૦૦૩માં રૈયાળીમાંથી ડાયનોસૉર્સની લગભગ ૭ પ્રજાતિઓ શોધી કાઢવામાં આવી હતી; જેમાં અવશેષ, હાડકાં, અને ઈંડાં મળી આવ્યાં હતાં. આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યકક્ષાના અનેક રાજકાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં 13 જૂનથી ચોમાસાનું થશે આગમન, બે દિવસ બાદ ગરમીમાં રાહત મળશે

દેશના સૌથી પહેલા ડાયનોસૉર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી.

gujarat Vijay Rupani