મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ ચાલુ, અનેક વિસ્તારોમાં લાઇટો ગુલ

12 June, 2019 08:59 PM IST  |  મહેસાણા

મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ ચાલુ, અનેક વિસ્તારોમાં લાઇટો ગુલ

મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાત રાજ્યમાં અત્યારે વાયુ વાવાઝોડાને લઇને તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. ત્યારે રાજયના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ત્યારે મહેસાણામાં વીજળીના ભારે કડાકા, ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. શહેરમાં પ્રથમ વરસાદમાં જ વીજળી ડુલ થઈ ગઈ છે. સમગ્ર જિલ્લા પંથકના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો ગયો છે. પવનના કારણે રસ્તા પર જતાં વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ છે.

 

વાવાઝોડને પગલે દીવનો દરિયો પણ ગાંડોતુર બન્યો

તો દીવનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. જેમ જેમ ચક્રવાત નજીક આવી રહ્યું છે તેમ તેમ દીવના દરિયામાં કરંટ પણ વધી રહ્યો છે. દીવના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દીવના દરિયાકિનારે 5થી 7 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દીવમાં કેટલીક જગ્યાએ દરિયાના મોટા કિનારાની અંદર ઘૂસી રહ્યા છે. દરિયાકિનારાના વિસ્તારમાં મોજા કેટલાક મીટર અંદર ઘૂસીને તારાજી સર્જી રહ્યા છે. દીવમાં દરિયાના મોજાનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે.

 

દ્વારકાના દરિયામાં સમાશે વાવાઝોડું

વાયુ વાવાઝોડુ અરબી સમુદ્રમાં વેરાવળથી ગુજરાતના દરિયાકાંઠા તરફ વધી રહ્યું છે. વાયુ 13મીએ સવારે 5 વાગ્યાની આસપાસ દીવ, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, ઉના, તલાલા જેવા વિસ્તારો પર ત્રાટકશે. આ સિવાય માંગરોળ, માળિયા જેવા વિસ્તારોમાં પણ વાયુ ત્રાટકશે.

 

દીવના દરિયામાં કરંટ

આ વાવાઝોડાની અસર દીવના દરિયામાં પણ દેખાઈ રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા પવનની અસરથી દીવના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે. 

gujarat