રાજકોટ, જુનાગઢમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્રભરમાં હળવાથી ભારે વરસાદ

17 August, 2019 04:10 PM IST  |  Rajkot

રાજકોટ, જુનાગઢમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્રભરમાં હળવાથી ભારે વરસાદ

રાજકોટ વરસાદ (PC : Bipin Tankaria)

Rajkot : આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટમાં બપોરથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તો જુનાગઢ અને મેંદરડામાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે.


ખેડુતો હજું વધુ વરસાદની અપેક્ષા સેવી રહ્યા છે

 

ગત શનિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને તરબોળ કરી દીધો હતો. આજે એક અઠવાડીયા બાદ જોરદાર મેઘાવી માહોલ જામ્યો છે. જેના પગલે સવારથી રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે. જુનાગઢમાં સવારથી મેઘાએ ઝાપટા વરસાવાનું શરૂ કર્યુ છે. ભવનાથ, ગીરનાર પર્વત તેમજ દાતારનાં પર્વતીય વિસ્તારમાં સવારે 9થી 9.30 દરમ્યાન ભારે વરસાદનું ઝાપટુ વરસતા થોડી જ વારમાં માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતાં. આ સાથે જ મેંદરડા વિસ્તારમાં પણ સવારથી જ મેઘાએ ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું હતું. એક સપ્તાહની વરાપ બાદ ધરતીપુત્રો ધમાકેદાર વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે.

આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ

અટલ સરોવર આખું ભરાઈ ગયું
ઘંટેશ્વર નજીક આવેલું અટલ સરોવર પહેલીવાર છલોછલ ભરાઈ ગયું છે અને ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. કાલાવડ રોડ પરનો ન્યારી -1 ટુંકા ગાળામાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. નવી આવક વચ્ચે રૂલ લેવલ જાળવવા દરવાજા સતત ખોલવામાં આવી રહ્યાં છે. આજી-1 ડેમ છલકાવવા આડે હવે માંડ 5 ફુટનું અંદર બાકી રહ્યું છે.

rajkot gujarat Gujarat Rains junagadh