સમગ્ર દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું

17 September, 2022 12:12 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઉમરગામમાં સાડાપાંચ ઇંચ, ચીખલી, વાપી અને પારડીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

ભાદરવામાં પણ વરસાદ ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યો છે. ગઈ કાલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. ઉમરગામમાં સાડાપાંચ ઇંચ જેટલો તેમ જ ચીખલી, વાપી અને પારડીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જે પૈકી ૨૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં ૯૬ મિલીમીટર એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ધરમપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જલાલપોર, ક્વાંટ, ખેરગામ, વલસાડ, સોનગઢ અને ગણદેવી તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતાં ખાપરી, અંબિકા સહિતની નદીઓમાં પાણી આવ્યાં હતાં. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લા ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. 

gujarat gujarat news Gujarat Rains shailesh nayak