કચ્છના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતા એકનું મોત

21 July, 2019 08:22 PM IST  | 

કચ્છના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતા એકનું મોત

વીજળી પડતા એકનું મોત

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો. કચ્છના વાતવરણમાં બપોર બાદ પલટો આવતા વરસાદની એન્ટ્રી થઈ હતી. અબડાસાના સાધાણવાડી ગામ વિસ્તારમાં વીજળી પડતા ખેતરમાં કામ કરતા મજૂરના પુત્રનું મોત નિપજ્યું હતું. આ યુવકની ઉમર 15 વર્ષની હતી. ગુજરાતમાં કચ્ઠ સહિત ગાંધીધામ, નખત્રાણા, માંડવી, હાજીપીર, અંજાર, સામખિયાળી, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડ્યો

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારમાં 19-23 જુલાઈ દરમિયાન વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. એક તરફ ઉત્તરમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદના નામે મૃગજળ જ છે. સતત વરસાદ ન પડવાના કારણે ગુજરાતના ડેમો પણ ખાલીખમ થઈ ગયા છે જેના કારણે પાણીની સમસ્યા પણ ઉભી થઈ રહી છે.

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા છે. જો કે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી નથી. તો બીજી તરફ રાજકોટમાં ગુરુવારે સામાન્ય વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં બે ઈંચ વરસાદ પડતા લોકો ખુશખુશાલ થયા હતા. જો કે હવે ખેડૂતો માટે મુશ્કેલી વધી રહી છે. ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પરંતુ વરસાદ આવતો નથી જેને પગલે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. જો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં વરસાદ પડે તો લોકો રાહતનો શ્વાસ અનુભવી શકશે

Gujarat Rains gujarati mid-day