રાજકોટમાં આખરે પધાર્યા મેઘરાજાઃ સ્થાનિકોએ અનુભવી રાહત

18 July, 2019 08:28 PM IST  |  રાજકોટ

રાજકોટમાં આખરે પધાર્યા મેઘરાજાઃ સ્થાનિકોએ અનુભવી રાહત

રાજકોટમાં વરસાદનું આગમન

રાજકોટમાં અંતે આજે વરસાદ પડ્યો. આ વરસાદ સાંજના પોણા સાત વાગ્યા આસપાસ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી શહેરના વાતાવરણમાં ખૂબ જ બફારો હતો જે બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મેઘરાજાના આગમનથી અસહ્ય ગરમીથી પિડાઈ રહેલા લોકોનો પણ રાહત મળી છે.

બપોર બાદ થયું આગમન
આમ તો શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. અને અંતે વરસાદ પડ્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. શહેરમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

રાજકોટ વાસીઓ થયા ખુશ
અંતે મેઘો મહેરબાન થતા રાજકોટના લોકો ખુશ થયા છે. વાતાવરણમાં ખૂબ જ બફારો હતો. જેના કારણે ભાદરવાના આકરા તાપ જેવો અનુભવ થઈ રહ્યો હતો. જો કે મેઘરાજાએ મહેર કરી અને આજે વરસાદ પડ્યો. વરસાદનું આગમન થતા જ રાજકોટના લોકોએ તેને ખુશીથી વધાવ્યો અને લોકો નાહવા પણ નીકળી પડ્યા હતા.

આ પણ જુઓઃ લીના જુમાણીઃ તમને ખબર છે 'કુમકુમ ભાગ્ય'ની આ ખૂબસૂરત વૅમ્પ છે ગુજરાતી...


ખેડૂતોમાં નવી આશા
આજે વરસાદ આવતા ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે. લાંબા સમયથી ધરતીપુત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે પણ વરસાદની અનિયમિતતાના કારણે પાક નિષ્ફળ રહ્યો હતો. જે બાદ શિયાળુ પાક માટે મોટા ભાગના ખેડૂતો પાસે પાણી જ નહોતું. જેના કારણે આ ઋતુ પર ખેડૂતોએ આશાની મીટ માંડી હતી. લાંબી રાહ જોવડાવ્યા અંતે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે.

rajkot Gujarat Rains gujarat