સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ખેડૂતોમાં આનંદનો માહોલ

22 July, 2019 08:50 PM IST  | 

સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ખેડૂતોમાં આનંદનો માહોલ

સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદ,

સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ખાંભા પંથક સાથે સાથે તુલસીશ્યામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર પંથકના ધવાડિયા, તાંતણીયા, ભણીયા, ગીદારડી સહિત ગીર જંગલ ગામડાઓમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉનાના ધોકડવા ગામમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ખેતરના પાકોને પણ સારો વરસાદ મળી રહ્યો હતો જેનો કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છે.

સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગામોમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. રાજકોટના ખોખડદડ અને લાપાસરી સહિતના ગામોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો . રાજકોટ સહિત ગોંડલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. કોલીથડમાં ભારે વરસાદથી એક ઇંચ વરસાદ નોંધાયો છે.

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ખાંભાના , કાંટાળા, ધૂધવાણા, ચતુરી, ખાડધાર, દલડી, તાલડા, હનુમાનપુર, બોરાળા, પાચપચીયા, સહિતના ગામડામાં ધોધમાર વરસાદ પડતા ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા. આ સિવાય ગોંડલ પંથકમાં પણ વરસાદ પડ્યો છે. જસદણમાં પણ ધોધમાર વરસાદથી નદી-નાળામાં બેકાંઠે વહી રહ્યાં છે. ગીરગઢડા પણ ભારે વરસાદ પડ્યો છે. જ્યારે ખીલાવડમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

Gujarat Rains gujarati mid-day