વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં બે દિવસ વરસાદ પડવાની આગાહી

15 April, 2019 08:53 AM IST  |  અમદાવાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં બે દિવસ વરસાદ પડવાની આગાહી

File Photo

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગરમી વધુ જોવા મળી હતી. ત્યારે રવીવાર રાત્રથી રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતોઅને વાતાવરણમાં થોડી ટાઢક જોવા મળી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રવિવારે સાંજથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આવનારા 2 દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણથી લઇને હળવાથી વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

જાણો, હવામાન ખાતાએ શું કહ્યું..
હવામાન ખાતાએ ગરમીનો પારો 3થી 4 ડિગ્રી ગગડવાના સંકેત આપ્યા છે. 2001થી 2018 સુધીમાં અમદાવાદમાં 2001, 2008, 2012, 2013, 2014 અને 2015માં એપ્રિલ મહિનામાં 10 વાર વરસાદ પડ્યો છે.સૌથી વધુ 22 મીમી વરસાદ 2015ની 12 એપ્રિલે થયો હતો. રવિવારે અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

અમદાવાદમાં ગરમીના કારણે ચક્કરથી પડી જવાના 37 કેસ નોંધાયા
108 ના જણાવ્યા અનુસાર શહેરમાં રવિવારના દિવસે ગરમીને કારણે ચક્કરથી પડી જવાના
37 કેસ નોંધાયા હતા. 108ના આંકડા મુજબ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં છેલ્લા 24 કલાકમાં 156 લોકોને ગરમીની અસર 
થઈ હતી.


આ સિસ્ટમથી વરસાદની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ટ્રફ ગુજરાત પર મજબૂત બન્યો છે. ટ્રફની જમણી બાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.


રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે
હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથેનો ટ્રફ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા સુધી લંબાતા 14થી 17 એપ્રિલ વચ્ચે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં સોમવાર અને મંગળવારે વરસાદી છાંટા કે વરસાદ પડી શકે છે.

gujarat