સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુલાકાતીઓ માટે રેલવે દોડાવશે ખાસ ટ્રેન

23 February, 2019 10:26 AM IST  |  નવી દિલ્હી

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુલાકાતીઓ માટે રેલવે દોડાવશે ખાસ ટ્રેન

સ્ટેચ્યૂ ઑફ યુનિટી જવા માટે ખાસ ટ્રેન થશે શરૂ

ગુજરાત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ માટે રેલવેએ 4 માર્ચથી ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂનું ઉદ્ધાટન કર્યાના પાંચ મહિના બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

ભારત દર્શન ટૂર સ્કીમ અંતર્ગત રેલવે ખાસ ટ્રેન દોડાવે છે. જેમાં 7 રાત્રિ અને 8 દિવસનો કાર્યક્રમ હોય છે. આ પ્રવાસની શરૂઆત ચંદીગઢથી થાય છે. ભારત દર્શન ટૂરમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, શિરડી, ત્ર્યંબકેશવર અને ઘૃષ્ણેશ્વરનો સમાવેશ થાય છે.

IRCTC દ્વારા આયોજિત કરવામાં આ ટૂરમાં પ્રતિ વ્યકિત 7560 રૂપિયા ચાર્જ લેવામાં આવી છે. જેમાં ચંડીગઢ, અંબાલા, કુરુક્ષેત્ર, પાણીપત, કરનાલ, દિલ્હી, કેન્ટ, જયપુર, અલવર જેવા સ્ટેશનથી ચડવા અને ઉતરવાની સુવિધા ઉપલબ્ધ છે.

સરકારી પ્રેસ રીલિઝ પ્રમાણે, "આ પેકેજ ભારતના લોખંડી પુરૂષને ખાસ સમર્પિત કરવામાં આવ્યું છે. ગુજરાતના નર્મદા ડેમ પાસે આવેલા સાધુ બેટમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવી છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર રોકાશે અને ત્યાંથી પ્રવાસીઓને બસથી લઈ જવામાં આવશે."

આ પણ વાંચોઃ અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થશે સી પ્લેન

આ પેકેજમાં નોન-એસી ટ્રેઈનમાં મુસાફરી, હૉલ કે ડોરમિટરીમાં રાત્રિ રોકાણ, સવારે ફ્રેશ થવાની સુવિધા, શુદ્ધ શાકાહારી જમવાનું, સાઈટ સીઈંગ વગેરેનો સમાવેશ થાય છે. આ પેકેજ ઓનલાઈન અથવા IRCTCની એપ્લિકેશનથી બુક થઈ શકે છે.

gujarat sardar vallabhbhai patel narendra modi