મોદીના ગઢમાં ગરજશે રાહુલ ગાંધી, ગુજરાતમાં કરશે 10 સભા

14 March, 2019 01:34 PM IST  | 

મોદીના ગઢમાં ગરજશે રાહુલ ગાંધી, ગુજરાતમાં કરશે 10 સભા

રાહુલ ગાંધી ગજવશે ગુજરાત

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષોએ કમર કસી લીધી છે. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ ભાજપના નેતાઓ જુદી જુદી જગ્યાએ સભાઓ કરી રહ્યા છે. કોંગ્રેસે વડાપ્રધાન મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં CWCની બેઠક યોજીને પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભલે જીતી નહોતી, પરંતુ સારા પ્રદર્શને કોંગ્રેસનો ઉત્સાહ વધાર્યો છે. ત્યારે કોંગ્રેસ લોકસભામાં પણ ગુજરાત પર મદાર રાખી રહી છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવા તૈયારી કરી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાત આવી શકે છે, અને રાહુલ ગાંધી રાજ્યમાં 10 જેટલી જનસભાને સંબોધન કરશે.

મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી કચ્છ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ચારેય ઝોનમાં 2-2 સભાઓને સંબોધન કરી શકે છે. તો પ્રદેશ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પણ ગુજરાતમાં પ્રચાર કરવા માએ આમંત્રણ આપ્યું છે. જો કે હજી સુધી પ્રિયંકા ગાંધીની આવવાની તારીખો હજી નક્કી નથી થઈ.

આ પણ વાંચોઃ CWC બેઠકઃ રાહુલ ગાંધીએ ખેડૂતો, બેરોજગારી, રાફેલ મુદ્દે મોદી સરકારને ઘેરી

ઉલ્લેખનીય છે કે લોકસભાની 26 બેઠકો માટે ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન યોજાશે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ રાજ્યભરમાં 100થી વધુ જનસભાઓ ગજવશે.

gujarat Gujarat Congress rahul gandhi Election 2019