સુરતઃ માનહાનિના કેસમાં રાહુલ ગાંધી થયા હાજર, વિરોધીઓ પર સાધ્યું નિશાન

10 October, 2019 02:29 PM IST  |  સુરત

સુરતઃ માનહાનિના કેસમાં રાહુલ ગાંધી થયા હાજર, વિરોધીઓ પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી રજાઓ ગાળીને ભારત પાછા ભર્યા. આજે રાહુલ ગાંધી સુરતની સ્થાનિક કોર્ટમાં હાજર થયા. જ્યાં તેમની સામે માનહાનિનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. રાહુલે લોકસભા ચૂંટણી દરમિયાન 'સભી ચોરોં કે ઉપનામ મોદી ક્યોં હૈ' એવી ટિપ્પણી કરી હતી. જે બાદ આ મામલો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાની  સુનાવણી 10 ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.


રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર થયા બાદ ટ્વીટ કર્યું. જેમાં તેમણે કહ્યું કે, 'હું મારા રાજનૈતિક વિરોધીઓએ દાખલ કરેલા માનહાનિના મામલામાં રજૂ થવા માટે સૂરતમાં છું, મને ચૂપ કરાવવા માટે તેઓ આતુર છે. હું એ કોંગ્રેસ કાર્યકર્તાઓના પ્રેમ અને સમર્થન માટે આભારી છું જે મારી સાથે પોતાની એકતા વ્યક્ત કરવા માટે અહીં એકઠા થયા છે.'


જજ જે કહેશે એમ જ થશે
રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસને લઈને કોંગ્રેસના નેતા અહમદ પટેલે કહ્યું કે, તેમને હાજર થવાનો આદેશ અપાયો હતો એટલે તેઓ અહીં છે. અમે જોઈશું કે કોર્ટ ક્યારે નિર્ણય લેશે. જજ જે કહેશે એ જ કરવામાં આવશે.

વિપક્ષની આલોચનાને સહન કરવું જોઈએ
તો આ જ મામલે શક્તિસિંહ ગોહિલે કહ્યું કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, 'લોકતંત્રમાં સત્તાધારી પાર્ટીએ વિપક્ષની આલોચનાને સહન કરવી જોઈએ. રાહુલજીએ કહ્યું હતું કે લલિત મોદી અને નીરવ મોદી ચોર છે, અને નરેન્દ્ર મોદી એક નિષ્ફળ નેતા છે. ભાજપે મોદી સમુદાય સાથે આ નિવેદનને જોડ્યું અને તેમનું અપમાન કર્યુ.'

શુક્રવારે અમદાવાદમાં થશે રજૂ
તેમની સામે આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માનહાનિનો મુકદમો દાખલ કરવામાં આવ્યો હતો. તે શુક્રવારે બપોરે 3 વાગ્યે વ્યક્તિગતરૂપે અમદાવાદમાં આ પ્રકારના અન્ય એક કેસમાં હાજર થશે.

rahul gandhi surat