PM મોદીએ શેર કર્યો ઝાડ પર ચડેલા સિંહનો ફોટો, જાણે તેના પાછળની હકીકત

12 March, 2019 09:09 PM IST  | 

PM મોદીએ શેર કર્યો ઝાડ પર ચડેલા સિંહનો ફોટો, જાણે તેના પાછળની હકીકત

ફોટોઃ દિપક વોઢેર

 કહેવાય છે ને કે એક ફોટો લાખો શબ્દોની ગરજ સારે છે. એવી જ રીતે તમે જોઇ રહેલ ઝાડ પર ચડેલા સિંહના ફોટોને આજ કાલ લાખો-કરોડો લોકો પસંદ કરી રહ્યા છે. સોશીયલ મીડિયા પર આ ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકોને પણ આ ફોટો ઘણો પસંદ આવી રહ્યો છે. ફોટો લેનારની સુજબુઝ પણ એટલી જોરદાર હતી કે ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીને પણ આ ફોટો ખુબ જ ગમી ગયો અને તેને ટ્વીટર પર શેર કર્યો હતો.

હાલ ઝાડ પર ચડેલા એક સિંહની ફોટો વાયરલ થઈ છે જે લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં ઘણા લોકો દ્વારા આ ફોટો શૅર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફોટોને રિટ્વિટ કરી અને લખ્યું હતું કે ગીરનો ભવ્ય સિંહ, સુંદર તસવીર. ગિરના આ સિંહની શું છે સ્ટોરી જેને દેશના વડાપ્રધાને પણ રિટ્વિટ કરી છે.

જાણો કોણે પાડ્યો છે આ ફોટો

આ ફોટો છે ગિરના જંગલના સિંહની જે ઝાડ પર ચડેલો છે. કેસૂડાના ઝાડ પર ચડેલા આ સિંહની ફોટો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બીટ ગાર્ડ દિપક વાઢેરે લીધી હતી અને તેમણે શૅર કરી હતી. આ ફોટોને જુનાગઢના DCFએ શૅર કરી હતી. આ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોચતા તેમણે પણ આ ફોટો રિટ્વિટ કરી હતી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બીટ ગાર્ડ દિપક વાઢેર તેમના રુટિન પ્રમાણે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમની નજર આ સિંહ પર પડી હતી. જેને જોતા લાગી રહ્યું હતું કે, સિંહ ઝાડ પર ચઢીને જાણે દૂર દૂર સુધી નજર માંડીને જોઈ રહ્યો હોય. દિપક વાઢેરે પણ સમય ન બગાડતા સિંહના આ અંદાજને કેમેરામાં કેદ કરી હતી.

 

આ પણ વાંચો: મહિલા દિવસની ઉજવણી નિમિતે 'ઉર્જા એવોર્ડ્સ' 2019ની ઉજવણી

 

ગીરનું જંગલ 100થી વધુ કિલોમીટરની અંદર ફેલાયેલુ છે અને બીટ ગાર્ડ તરીકે દિપક વાઢેર આ જંગલમાં ફોરેસ્ટ પ્રોટેક્શન અને વાઈલ્ડ લાઈફનું પ્રોટેક્શનનું કાર્ય કરે છે. દિપક વાઢેરનું કહેવું છે કે, તેમને ફોટો ખેંચવાનો શોખ છે અને તેમની પાસે ઘણા પ્રાણીઓના મસ્ત અંદાજમા ફોટો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સિંહોના મોતના કારણે ગીર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

gujarat lions narendra modi