Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મહિલા દિવસની ઉજવણી નિમિતે 'ઉર્જા એવોર્ડ્સ' 2019ની ઉજવણી

મહિલા દિવસની ઉજવણી નિમિતે 'ઉર્જા એવોર્ડ્સ' 2019ની ઉજવણી

17 April, 2019 05:35 PM IST | અમદાવાદ

મહિલા દિવસની ઉજવણી નિમિતે 'ઉર્જા એવોર્ડ્સ' 2019ની ઉજવણી

 ‘ઉર્જા એવોર્ડ્સ 2019’

‘ઉર્જા એવોર્ડ્સ 2019’


મહિલાઓ જે રીતે મજબુત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ રીતે પોતાના સપનાઓ પુરા કર્યા છે. મહિલા દિવસની ઉજવણી કરતાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 5 મહિલાઓને વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ‘ઉર્જા એવોર્ડ્સ 2019’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ એ મહિલાઓ છે જે અન્યો માટે પ્રેરણાદાયક અને ઉદાહરણીય છે. સંસ્થા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2019થી સમ્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવનાઓ અને જુસ્સાની ઉજવણીને બેવડી કરી રહ્યું છે. ઉર્જા એવોર્ડ્સ દ્વારા આ મહિલાઓની સફળતા તેઓની પ્રતિભા, યોગ્યતા, દેખાવ અને ક્ષમતાઓનો અવાજ લોકો સુધી પહોંચાડ્યો છે.

ઉર્જા એવોર્ડ્સ નિમિત્તે વિ-હેલ્પ ફાઉન્ડેશન સહ-સંસ્થાપક કામિની મ્હાત્રેએ જણાવ્યું હતું કે, “દરેક મહિલા આત્મવિશ્વાસથી પૂર્ણ હોવી જોઇએ, કારણ કે આત્મવિશ્વાસ સાથેની મહિલા પોતાની પ્રતિભાને બહાર લાવી શકે છે અને તે કોઇપણ સમસ્યાનો સામનો કરવા માટે સક્ષમ બને છે. વિશ્વ તમને પડકાર ફેંકશે જ પણ એ પડકારનો સામનો કરવાનો આત્મવિશ્વાસ આપણે જ કેળવવો પડશે. નિર્ભય રીતે અવાજ ઉઠાવો અને ત્યાં સુધી ઉઠાવો જ્યાં સુધી દુનિયા તેની નોંધ ન લે. દરેક મહિલાની અંદર આત્મવિશ્વાસનું તેજ રહેલુ જ છે, જરૂર છે તેને ચમકાવવાની અને તમે જોયેલા સપનાઓનો પીછો કરવાની.”



 


આ પણ વાંચો: જુઓ, દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના રૅર અને અનોખા ફોટોઝ

 


ઉર્જા એવોર્ડ્સ 2019થી સમ્માનિત મહિલાઓઃ

સોનલ પટેલને તેઓના સામાજિક કાર્યો અને મહિલા રોજગાર ક્ષેત્રે પ્રદાન માટે, સંતોષદેવીને તેઓના સામાજિક કાર્યો અને મહિલા ઉત્થાનના કાર્યો માટે‘ઉર્જા એવોર્ડ્સ 2019’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે મૉડલ રિયા સુબોધને ફેશન તથા મૉડલિંગ ક્ષેત્રે સેવા માટે, કુમારી પુનિતજીને વાસ્તુ તથા જ્યોતિષ ક્ષેત્રમાં પ્રદાન બદલ, પ્રિતી ધોળકિયાને જીવદયા કાર્યો, લેખન અને રાષ્ટ્રહિત જાગૃત્તિ –અભિયાન માટે એવોર્ડ આપવમાં આવ્યા હતા

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2019 05:35 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK