મોદીએ નર્મદા મૈયાની મહાઆરતી કરી, 100 પંડિતોએ વેદોક્ત મંત્રોચ્ચાર કર્યા

17 September, 2019 11:15 AM IST  |  Narmada

મોદીએ નર્મદા મૈયાની મહાઆરતી કરી, 100 પંડિતોએ વેદોક્ત મંત્રોચ્ચાર કર્યા

PC : ANI

Narmada : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 69 જન્મદિવસ નિમિતે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે નર્મદા મૈયાની મહા આરતી કરી હતી અને નર્મદા નીરના વધામણા કર્યા હતા. આ પહેલાં સવારે મોદીનું કેવડિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં મોદીએ ઇકો ટુરીઝમ સાઇટ, રિવર રાફ્ટીંગ, જંગલ સફારી, બટરફ્લાય પાર્ક, એકતા નર્સરી અને વિશ્વવનની સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. બટર ફ્લાય પાર્કમાં મોદીએ પતંગિયા ઉડાવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ મોદી કેવડિયા ખાતે 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણા કર્યાં હતા.


100 વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કર્યા
પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના 100 વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કર્યા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા અને નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કરી હતી.

gujarat narendra modi