PMની ડિગ્રી મામલે ગુજરાત HC પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, 30 જૂને સુનવણી

10 June, 2023 04:23 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે અરવિંદ કેજરીવાલ ગુજરાત હાઈકૉર્ટ પહોંચ્યા છે. તેમમે હાઈકૉર્ટને પોતાના 31 માર્ચના નિર્ણયની સમીક્ષા કરવાની માગ કરી છે.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી (Prime Minister Narendra Modi Degree Raw) મામલે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાત હાઈકૉર્ટ (Gujarat Highcourt) પહોંચ્યા છે. તેમણે હાઈકૉર્ટને પોતાના 31 માર્ચના નિર્ણયની સમીક્ષા કરવાની માગ કરી છે. આ નિર્ણયમાં ગુજરાત હાઈકૉર્ટે (Gujarat High Court) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલી ડિટેલ્સ આપવાની ચીફ ઈન્ફૉર્મેશન કમિશનર (CIC)ના આદેશને રદ કરી દીધો હતો.

હાઈકૉર્ટે કેજરીવાલની અરજીને સ્વીકારી બધા પક્ષોને નોટિસ આપી દીધી છે. આ મામલે આગામી સુનવણી 30 જૂનના રોજ થશે.

જાણો શું છે ઘટના...
CM કેજરીવાલે એપ્રિલ 2016માં કેન્દ્રીય સૂચના આયોગ (CIC)ને એક પત્ર લખીને પીએમ મોદીની શૈક્ષણિક યોગ્યતા સાથે જોડાયેલી માહિતી સાર્વજનિક કરવાની માગ કરી હતી. તેમણે પત્રમાં લખ્યું કે આ મુદ્દે કોઈપણ પ્રકારના ભ્રમને દૂર કરવા માટે ડિગ્રી સાર્વજનિક કરવામાં આવવી જોઈએ.

ત્યાર બાદ CICએ ગુજરાત યુનિવર્સિટી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમએની ડિગ્રી વિશે કેજરીવાલને માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું. CICના આ આદેશને યુનિવર્સિટીએ હાઈકૉર્ટમાં પડકાર આપ્યો હતો.

ગુજરાત હાઈકૉર્ટે 31 માર્ચના પોતાના નિર્ણયમાં CICનો આ આદેશ રદ કરી દીધો. સાથે જ અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

કેજરીવાલે કહ્યું- વેબસાઈટ પર નથી વડાપ્રધાનની ડિગ્રી
કેજરીવાલે અરજીમાં કહ્યું - કૉર્ટમાં યુનિવર્સિટી તરફથી રજૂ થયેલ સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે પીએમ મોદીની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પણ, અમને વેબસાઈટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મળી નથી. ત્યાં માત્ર ઑફિસ રજિસ્ટરની કૉપી ઉપલબ્ધ છે, જે ડિગ્રી કરતા અલગ હોય છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "તેમણે ગુજરાત વિશ્વવિદ્યાલયની અધિકારિક વેબસાઈટને સંપૂર્ણ રીતે સ્કેન કરવા માટે એક્સપર્ટ્સની મદદ લીધી. આના પરથી ખબર પડી કે પીએમ મોદીની ડિગ્રી ઑનલાઈન અપલોડ નથી કરવામાં આવી, જ્યારે વિશ્વવિદ્યાલયે હાઈકૉર્ટ સામે આ પ્રકારનો દાવો કર્યો હતો. આ સિવાય, આ રિવ્યૂ પિટીશનમાં તેમણે 25 હજાર રૂપિયાના દંડના પણ પડકાર આપ્યો છે."

25 હજાર રૂપિયાના દંડનો પણ કર્યો વિરોધ
કેજરીવાલે તેમના ઉપર લગાડવામાં આવેલા 25 હજાર રૂપિયાના દંડનો પણ વિરોધ કર્યો છે. તેમણે અરજીમાં કહ્યું કે, મેં ડિગ્રીની માહિતી લેવા માટે કોઈ એપ્લિકેશન કરી નહોતી. મેં CICના લેટરના જવાબમાં માત્ર એક લેટર લખ્યો હતો. આ મામલે CICએ સંજ્ઞાન લેતા ડિગ્રીની ડિટેલ્સ આપવાના આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો : પંજાબ: લુધિયાણામાં 7 કરોડ કૅશ લઈ ભાગ્યા લૂંટારા, 20 km દૂર છોડી ખાલી વૅન

નિર્ણય આપનાર જજ જ કરશે અરજીની સુનવણી
આ મામલે ગુજરાત હાઈકૉર્ચના જસ્ટિસ બીરેન વૈષ્ણવની સિંગલ જજ બેન્ચે નિર્ણય સંભળાવ્યો હતો. કેજરીવાલના નિર્ણય પર વિચાર કરવવાની અરજી પર પણ જસ્ટિસ બીરેન વૈષ્ણવ જ સુનાવણી કરશે. તેમણે ગુજરાત યુનિવર્સિટી, હાલના ચીફ ઇન્ફૉર્મેશન કમિશનર (CIC), તત્કાલીન CIC પ્રૉફેસર એમ. શ્રીધર આચાર્યાલુ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

arvind kejriwal narendra modi gujarat high court gujarat news gujarat national news