રાષ્ટ્રપતિ કોવિંદે PM મોદીના માતા હિરાબેન સાથે કરી મુલાકાત...

13 October, 2019 02:23 PM IST  |  ગાંધીનગર

રાષ્ટ્રપતિ કોવિંદે PM મોદીના માતા હિરાબેન સાથે કરી મુલાકાત...

હીરાબા સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબેન સાથે મુલાકાત કરી અને તેમના ખબર અંતર પુછ્યા. રાષ્ટ્રપતિ શનિવારે પોતાના બે દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેબિનેટ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ એરપો્ટ પર તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ અને તેમના પત્ની રાજભવનમાં ઉતર્યા છે. જણાવી દઈએ કે ગાંધીનગર પાસેના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના માતા તેમના ભાઈ પંકજ મોદી સાથે રહે છે.


રાષ્ટ્રપતિએ પંકજ મોદીના ઘરે લગભગ અડધો કલાક વિતાવ્યો. જે બાદ તે પત્નીની સાથે કોબા ગામની પાસે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર પહોંચ્યા. જ્યાં તેમણે આચાર્ય પદ્મસાગર સૂરિજીના આશીર્વાદ લીધા. આરાધના કેન્દ્રની દેખભાળ કરતા શ્રીપાળ શાહે કહ્યું કે પરિસરમાં જૈન મંદિર, પુસ્તકાલય અને એક સંગ્રહાલય પણ છે. જેમાં જૈન વારસા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ લેખ રાખવામાં આવ્યા છે.

આજે સવારે રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ મહર્ષિ વાલ્મીકિ જયંતી પર લોકોને  શુભકામના આપી. રાષ્ટ્રપતિ ટ્વીટ કરીને કહ્યું, 'આદિકવી મહર્ષિ વાલ્મીકિની જયંતી પર દેશવાસીઓને હાર્દિક વધામણી અને શુભકામનાઓ.' તેમણે કહ્યું કે રામાયણના રચયિતા, સામાજિક સમરસતા અને સદ્ભાવના પ્રતીક મહર્ષિ વાલ્મીકિનું જીવન આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ત્યાં જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મહર્ષિ વાલ્મીકિ સામાજિક ન્યાયનો સંદેશ આપણને સૌને પ્રેરિત કરશે.

narendra modi ram nath kovind gujarat