વાહ, ક્યા સીન હૈઃ પીએમ મોદી

20 January, 2019 07:40 AM IST  |  સેલવાસ | રશ્મિન શાહ

વાહ, ક્યા સીન હૈઃ પીએમ મોદી

પીએમ મોદીએ સેલવાસામાં જાહેર સભાને કર્યું સંબોધન

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં બે દિવસ રહ્યા પછી ગઈ કાલે સુરત અને સુરતથી સેલ્વાસા પહોંચેલા નરેન્દ્ર મોદીનું ધ્યાન સતત કલકત્તામાં યોજાયેલી મહાગઠબંધન રૅલી પર પણ રહ્યું હતું અને તેમણે કલકત્તામાં મમતા બૅનરજી દ્વારા આયોજિત કરવામાં આવેલી એ રૅલીની બધી વિગતો મેળવીને એનો જવાબ સેલ્વાસાની પોતાની જાહેર સભામાં આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ સેલ્વાસાની એ જાહેર સભામાં શરૂઆતમાં વિકાસની વાતો કરી હતી અને પછી મહાગઠબંધનની રૅલી પર આવીને કહ્યું હતું કે ‘આજે આ બધું જોઈને, એ ગઠબંધનની વાતો સાંભળીને એક વાત કહેવાનું મન થાય છે. લોકશાહીને મારવાનું એકધારું કામ કરતા પણ સત્તા માટે લોકતંત્રની રક્ષાની વાતો કરવા એકત્રિત થયેલા સૌને જોઈને કહેવાનું મન થાય છે કે વાહ, ક્યા સીન હૈ.’

નરેન્દ્ર મોદીએ ત્યાં હાજર રહેલા સૌકોઈને આ મહાગઠબંધન સાથે જોડતાં કહ્યું હતું કે ‘યાદ રાખજો કે આ જે મહાગઠબંધન છે એ મારી વિરુદ્ધ નહીં પણ તમારી વિરુદ્ધ છે, દેશની જનતાની વિરુદ્ધ છે અને દેશના એકેએક પ્રામાણિક નાગરિકની વિરુદ્ધ છે. આ મહાગઠબંધન સકારાત્મક વિચારધારા અને નકારાત્મક વલણ ધરાવતા લોકો વચ્ચે છે અને આ લડાઈ વિકાસ અને ભ્રષ્ટાચારની વચ્ચે છે. મેં નામ પર ધ્યાન આપ્યું જ નથી, મેં કામને પ્રાધાન્ય આપ્યું છે. જો તમે સાથે હશો તો આ કામ આમ જ ચાલુ રહેશે, આ જ રીતે આગળ વધતા રહીશું; પણ જોઈશે એમાં માત્ર તમારો સાથ એ ભૂલતા નહીં.’

આ પણ વાંચોઃ હાઉઝ ધ જોશ ? : પીએમ મોદી

એક તબક્કે નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે જે કોઈ મહાગઠબંધનમાં જોડાયા છે તે બધાને બીક છે કે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે અને એ પગલાંથી બચવા હવે બધા એક થયા છે.

narendra modi