પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને ફટકો, રો-રો ફેરી બે વર્ષમાં વેચવા કાઢી

04 December, 2019 09:08 AM IST  |  Bhavnagar

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને ફટકો, રો-રો ફેરી બે વર્ષમાં વેચવા કાઢી

રો-રો ફેરીના ઉદ્ધાટન સમયે વડાપ્રધાન મોદી

ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સેવાનું આખરે ધીમેધીમે બાળમરણ થવા જઈ રહ્યું હોઈ તેવા દિવસો સામે આવી રહ્યા છે. દહેજ-ઘોઘા રો-રો ફેરી પ્રોજેક્ટ અમલમાં નહોતો મુકાયો ત્યારથી જ ચર્ચામાં રહ્યો છે.
હાલ દહેજ-ઘોઘા રો-રો ફેરી માટે ઉપયોગમાં લેવાતું જહાજ કંપનીએ વેચવા કાઢ્યું છે. સુરતની ઈન્ડિગો સીવેવ્સ નામની કંપની દહેજ-ઘોઘા રો-રો ફેરીનું સંચાલન કરે છે. આ કંપની દ્વારા સર્વિસ શરૂ કરાઈ ત્યારે જેડ આયલૅન્ડ નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું. જેમાં માત્ર પેસેન્જરો જ સવાર થઈ શકતા હતા.
નોંધનીય છે કે પીએમ મોદીએ આ જ જહાજમાં બેસીને રો રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીએ આ જહાજ વેચવા વર્તમાનપત્રમાં જાહેરખબર આપી છે. કંપનીના માલિકના જણાવ્યા મુજબ કંપની જંગી ખોટ કરી રહી છે અને આથી જ જેડ આયલૅન્ડ નામનું જહાજ વેચી દેવાની કંપનીની ગણતરી છે. જેને લઈને ચેમ્બર ઑફ કૉમર્સે પીએમ મોદીને પત્ર લખ્યો છે અને રોજગારીને અસર થશે તેવી ભીતિ વ્યક્ત કરીને રો-રો ફેરી વ્યવસ્થિત રીતે શરૂ થાય તે માટે પ્રયત્ન કરવા કહ્યું છે.

bhavnagar narendra modi