વડાપ્રધાન મોદીની બાયોપિકની રિલીઝનો રસ્તો સાફ, નવી તારીખનું એલાન

03 May, 2019 03:36 PM IST  |  મુંબઈ

વડાપ્રધાન મોદીની બાયોપિકની રિલીઝનો રસ્તો સાફ, નવી તારીખનું એલાન

પીએમ મોદીની બાયોપિક આ દિવસે થશે રિલીઝ

PM મોદીની બાયોપિકની તારીખ નક્કી થઈ ગઈ છે. ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધીમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. ત્યાં જ સુપ્રીમ કોર્ટે આયોગના આ નિર્ણયમાં દખલ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

નિર્માતાઓના અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 24 મેના દિવસે રિલીઝ થશે, 11 એપ્રિલે શરૂ થયેલી લોકસભા ચૂંટણી સાત ચરણોમાં યોજાઈ રહી છે. 23 મેના દિવસે પરિણામો જાહેર થશે. જેના બીજા દિવસે ફિલ્મ રીલિઝ થશે.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચને પોતાને ગણાવ્યા બેસૂરા સિંગર

વડાપ્રધાન મોદીની બાયોપિક 5 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ વિપક્ષી દળોએ ચૂંટણીને ધ્યાનમાં લઈને તેની રિલીઝને ટાળવાની વાત કરી હતી. જે બાદ ફિલ્મની રિલીઝની તારીખ 11 મે કરવામાં આવી હતી. જો કે ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝ પહેલા સ્વત: સંજ્ઞાન લીધું અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. હવે, ફાઈનલી તેની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે.

narendra modi vivek oberoi