ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, ખેડૂતો, નાના વેપારીઓને મળશે પેન્શન

08 April, 2019 12:41 PM IST  |  નવી દિલ્હી

ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, ખેડૂતો, નાના વેપારીઓને મળશે પેન્શન

ભાજપનું ઘોષણાપત્ર જાહેર

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ સમયે વડાપ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા.

ઘોષણાપત્રની મહત્વની જાહેરાતો
- 2022  સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે. એક લાખ સુધીની જે લોન ખેડૂતોને ક્રેડિટ કાર્ડ પર મળે છે, તેના પર પાંચ વર્ષ સુધી કોઈ વ્યાજ નહીં લાગે.
- વર્ષ 2025 સુધીમાં 5 લાખ કરોડ ડૉલર અને 2032 સુધીમાં 10 લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનશે.
- નાના દુકાનદારો, જેમની ઉંમર 60 વર્ષથી વધુ થઈ ચુકી છે તેમને પેંશન આપવામાં આવશે.
- ઈંફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1 લાક કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી યોજના.
- તમામ ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે. પહેલા આ માત્ર ગરીબ ખેડૂતોને જ મળતા હતા. નાના અને સીમાંત ખેડૂતો, જેમની ઉંમર 60 વર્ષથી ઉપર થઈ ચુકી છે તેમને પેંશન આપવામાં આવશે.

આવી રીતે બન્યું ઘોષણાપત્ર
ભાજપે પોતાના ઘોષણાપત્રને સંકલ્પપત્ર નામ આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે 6 કરોડ લોકો સાથે ચર્ચા કરીને અમે આ સંકલ્પ પત્ર બનાવ્યું છે. સોશિયલ મીડિયા, મન કી બાત, 7700થી વધારે સુઝાવ પેટીઓના માધ્યમથી સંકલ્પ પત્ર બનાવવામાં આવ્યું છે. આ સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહ છે. સંકલ્પ પત્ર વિશે વાત કરતા રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, 2022માં અમે 75 સંકલ્પ લઈને દેશ સામે જઈ રહ્યા છે. સાથે રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે અમે આ સંકલ્પ પત્ર 130 કરોડ દેશવાસીઓને સમર્પિત કરીએ છે.

bharatiya janata party congress amit shah narendra modi