વડાપ્રધાન મોદી જૂનાગઢમાં, કહ્યું-કોંગ્રેસ કર્યો છે સરદારને અન્યાય

10 April, 2019 11:32 AM IST  |  જૂનાગઢ

વડાપ્રધાન મોદી જૂનાગઢમાં, કહ્યું-કોંગ્રેસ કર્યો છે સરદારને અન્યાય

વડાપ્રધાન મોદી જૂનાગઢમાં

વડાપ્રધાન મોદીએ જૂનાગઢના ગિરનાર પર્વત, સિંહ, કેસર કેરી અને સોમનાથને યાદ કરી સંબોધન શરૂ કર્યું. જૂનાગઢમાં ગિરનારનો યાદગીરી સ્વરૂપે મોમેન્ટો આપી વડાપ્રધાનનું સ્વાગત થયું. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, જૂનાગઢથી લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા, રાજકોટથી લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર છે.

વડાપ્રધાન મોદીના ભાષણના મહત્વના મુદ્દા

-કોંગ્રેસ ખોટા વચનો આપે છે.

-કોંગ્રેસે સરદાર સાહેબ સાથે અન્યાય કર્યો, પરંતુ અમે તેમને સન્માન આપ્યું.

-નહેરુ- ગાંધી પરિવારને ગુજરાત પ્રત્યે ખૂબ જ નફરત.

-જો સરદાર ન હોત તો જૂનાગઢ અને સોમનાથની સ્થિતિ શું હોત એ તમને ખબર જ છે.

-ગુજરાત દેશ માટે મરી મિટવાવાળી અને આદર્શો માટે જીવવા વાળી ધરતી છે.

-અમે આતંકવાદને હટાવવાની વાત કરીએ છે, તો કોંગ્રેસ અમને હટાવવાની વાત કરીએ છે.

-હળીમળીને ચાલવું ગુજરાતીઓનો મૂળભૂત સ્વભાવ છે.

-કોંગ્રેસ ગરીબ બાળકોના આહાર છીનવી પોતાનું પેટ ભરી રહે છે.

-દેશ હિત ભાજપના નિર્ણયોમાં સર્વોપરી હોય છે.

-જમ્મૂ -કશ્મીરને દેશથી અલગ કરનારાઓનો સાથ આપી રહી છે કોંગ્રેસ.

-સરદાર સાહેબની હિંમતના કારણે કશ્મીરનો કેટલાક હિસ્સો આપણી પાસે છે.

-સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈકથી કોંગ્રેસ ડરી ગઈ.

narendra modi Loksabha 2019 Gujarat BJP Gujarat Congress