વતનમાં વડાપ્રધાનઃ કોંગ્રેસ અને ગઠબંધન પર કર્યા આકરા પ્રહાર

17 April, 2019 04:19 PM IST  |  હિંમતનગર

વતનમાં વડાપ્રધાનઃ કોંગ્રેસ અને ગઠબંધન પર કર્યા આકરા પ્રહાર

વતનમાં વડાપ્રધા મોદી

હિંમતનગરમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે 23મી તારીખે ભલભલાની ગરમી કાઢી નાખવાની છે. વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા પીએમએ કહ્યું કે મને તમે ગુજરાતમાંથી દિલ્હીમાં મોકલ્યો તો ગાંધી પરિવાર રોડ પર આવી ગયો, હવે બીજી વાર મોકલશો તો પરિવાર જેલમાં હશે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે મને હરાવવા માટે આખો પરિવાર મેદાનમાં આવી ગયો છે.

કોંગ્રેસને હતી ગુજરાતથી નફરત
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસને ગુજરાત પ્રત્યે એટલી નફરત હતી કે તેઓ સરદાર સાહેબનું મોઢું જોવા તૈયાર નહોતા. પછી આવ્યા નહેરૂના દીકરી ઈન્દિરા તેની સામે આપણા મોરારજીભાઈ ઉભા થયા. જ્યારે આ લોકોને લાગ્યું કે મોરારજીભાઈ ઉભા થઈ રહ્યા છે ત્યારે તેમને જેલમાં નાખી દીધા. હવે મોદી આવ્યો. આ પણ ગુજરાતી જેમનાથી તેમને તકલીફ થઈ રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પાટીદાર ક્વૉટા હવે નથી મુદ્દોઃ ભાજપ

હિંમતનગરમાં સભાને સંબોધન કર્યા બાદ હવે તેઓ સુરેન્દ્રનગરમાં સભા કરશે. વડાપ્રધાન 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જ્યાં તેઓ ભાજપના ઉમેદવારો માટે ધુઆંધાર પ્રચાર કરી  રહ્યા છે.

narendra modi Gujarat BJP Gujarat Congress