PM મોદી પાટણમાંઃ ગુજરાતમાં એક પણ સીટ ઓછી થશે તો દેશભરમાં થશે ચર્ચા

21 April, 2019 12:58 PM IST  |  પાટણ

PM મોદી પાટણમાંઃ ગુજરાતમાં એક પણ સીટ ઓછી થશે તો દેશભરમાં થશે ચર્ચા

વડાપ્રધાન મોદી પાટણમાં(તસવીર સૌજન્યઃ ANI)

લોકસભા 2019 માટે ત્રીજા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતમાં આજ સાંજથી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે વડાપ્રધાન મોદી આજે પાટણમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા. જ્યાં તેમણે કહ્યું કે, આ વખતના ચૂંટણીના પરિણામોમાં ગુજરાતની એકપણ બેઠક ઓછી થઈ તો દેશભરમાં ચર્ચા થશે.

PM મોદીના ભાષણના મુખ્ય અંશો
- પાટણની રાણી ની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. આખું ભારત 100 રૂપિયાની નોટ પર એક તરફ ગુજરાતના ગાંધીજી અને બીજી બાજુ રાણકી વાવ જુએ છે.

-પાટણ આવીએ એટલે નગરીની જાહોજલાલી, સિદ્ધરાજ જયસિંહ અને આમ પગ મુકતાં જ ગુજરાતની અસ્મિતાનું સૂવર્ણપુષ્ય આપણી સામે એક પછી એક ખુલવા માંડે.

-મારા માટે આ ચૂંટણી સભા નથી પરંતુ જેમણે મને મોટો કર્યો છે તેમના દર્શન કરવાનો એક અવસર છે. સામાન્ય રીતે સારા પ્રસંગે આપણે જે રીતે વડીલોને દર્શન લઈએ છે તે રીતે હું મારા સર્વસ્વ એવા ગુજરાતીઓના દર્શન કરવા આવ્યું છું.

-તમે બધા ગુજરાતીઓએ મને ટીપી ટીપીને ઘડ્યો છે. તમે મને જે કસોટીમાંથી પાસ કર્યો છે. તેમાં હું ક્યારેય ઉણો નથી ઉતર્યો.

-મને ખુરશીની પરવા નથી, હું રહીશ અથવા તો આતંકવાદ રહેશે.

-40 વર્ષથી આતંકવાદે હિંદુસ્તાનના આંસુ સુકાવા દીધા છે? આ જાણે રોજનો કાર્યક્રમ બની ગયો હતો? તોઈ કલ્પના કરી શકે કે મંદિરની બહાર પોલીસ મુકવી પડે? સોમનાથ જઈએ તો મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડે? 40 વર્ષમાં આવી દુર્દશા કોણે કરી? આજે જે બરબાદીના મંજર ઉભા થયા તેના મૂળમાં કોંગ્રેસ છે.

-લાંબો સમય મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો મોકો મળઅયો અને તે આજે સંપૂર્ણ દેશમાં કામે લગાડ્યું. મારા જેટલું સીએમ તરીકે કામ કરનાર કોઈ પીએમ નથી બન્યા એટલે જ જમીન સાથે જોડાયેલા નીતિઓ નથી બની.

gujarat Gujarat BJP Gujarat Congress Loksabha 2019