Indian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ

17 January, 2021 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Indian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ

તસવીર સૌજન્ય જાગરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (રવિવાર, 17 જાન્યુઆરી) વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા ગુજરાતના કેવડિયા માટે આઠ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. વિશ્વની સૌથી મોટી મૂર્તિ 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' (Statue of Unity)વાળું કેવડિયા હવે રેલ કનેક્ટિવિટી સાથે જોડી દેવામાં આવ્યું છે. મૂર્તિ જોવા માટે દેશના જુદાં જુદાં ભાગોમાંથી આવાગમન સુગમ બનાવવાના હેતુથી આ ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેનો ગુજરાતના કેવડિયાને બીજા રાજ્યોના મોટા શહેરો સાથે જોડશે. જે શહેરોમાંથી રેલ કનેક્ટિવિટીની શરૂઆત કરવામાં આવી છે, તેમાં વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રીવા, ચેન્નઇ અને પ્રતાપનગર સામેલ છે.

વડાપ્રધાને આને ઐતિહાસિક દિવસ જાહેર કર્યો છે. તેમણે કહ્યું, પહેલાી વાર કોઇક એક જગ્યા માટે એક સાથે આઠ ટ્રેનોને લીલી ઝંડી બતાવવામાં આવી છે. પીએમે કહ્યું, "સ્ટેચ્યૂ ઑફ યૂનિટીને જોવા આવનારા પર્યટકો માટે આ કનેક્ટિવિટી ફાયદાકારક હશે પણ આથી કેવડિયાના આદિવાસી સમુદાયના જીવનને બદલવામાં પણ મદદ મળશે." તેમણે કહ્યું કે પર્યટનના નક્શા પર કેવડિયાનો વિકાસ ત્યાંના આદિવાસી સમુદાય માટે નોકરી અને સ્વરોજગારના નવા અવસરો લાવશે.

રેલવેની આ પરિયોજનાઓના ઉદ્ઘાટનના અવસરે રેલ મંત્રી પીયૂષ ગોયલે, ગુજરાતના સીએમ વિજય રૂપાણી સહિત બધા સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રી વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા હાજર હતા. પીએમે કહ્યું કે કેવડિયા દેશના પહેલા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટવાળું સ્ટેશન બની ગયું છે.

અમદાવાદથી કેવડિયા વચ્ચે શરૂ થનારી જન શતાબ્દી એક્સપ્રેસ હશે જેમાં વિસ્ટાડોમ કોચ જોડવામાં આવશે. પર્યટકો આ ડબ્બા દ્વારા ત્યાંના પ્રાકૃતિક દ્રષ્યનો આનંદ ઉઠાવી શકશે.

gujarat national news statue of unity