ગુજરાતનો આ વ્યક્તિ પાકિસ્તાનને સિક્યોરિટી સીક્રેટ્સ આપતો હતો

31 August, 2020 09:37 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતનો આ વ્યક્તિ પાકિસ્તાનને સિક્યોરિટી સીક્રેટ્સ આપતો હતો

ફાઈલ તસવીર

નેશનલ ઈન્વેસ્ટિગૅશન એજન્સી (NIA) એ પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI સાથે જોડાયેલા એક ભારતીય એજન્ટની ધરપકડ કરી છે. આરોપી રજતભાઈ કુંભર ગુજરાતનો છે.

NIAએની એક ટીમ રજતભાઈના પશ્ચિમી કચ્છ સહિત ઘણા ઠેકાણે તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઘણા પુરાવા અને મહત્વની જાણકારી મળી આવી હતી. જેના આધારે તેની ધરપકડ NIAએ કરી છે.

NIAના અધિકારીઓનું કહેવું છે કે, રજતભાઈ ગુજરાતના પશ્ચિમી કચ્છના વિસ્તારમાં રહે છે. તે મુંદ્રા ડોકયાર્ડમાં સુપરવાઈઝર હતો, જ્યાં તે પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. મુંદ્રા ડોકયાર્ડમાં સેનાની હાજરી અને હથિયારની વિગતવાર માહિતી તે ISIને આપતો હતો. ઉપરાંત એજન્સીઓની મુવમેન્ટ, હથિયારોની મુવમેન્ટ, હથિયારોનું લોકેશન અને સુરક્ષા સંબંધિત દરેક માહિતી તે પાકિસ્તાનની ખુફીયા એજન્સીને પહોચાડતો હતો.

NIAએ ઉમેર્યું કે, તે બે વખત પાકિસ્તાન પણ ગયો છે. ત્યાં પાકિસ્તાની એજન્ટોનો સંપર્ક કરીને આપણા દેશની મહત્વ જાણકારી આપી છે. તેથી દેશ વિરોધી કામ કરવા અને ગુપ્ત જાણકારીને લીક કરવા બદ્દલ તેની ધરપકડ કરવામાં આવી છે.

રજતભાઈની માહિતી NIAને એક આરોપી મોહમ્મદ રાશિદે આપી છે. રાશિદ યુપીના ચંદોલી જીલ્લાના મુગલસરાય વિસ્તારનો છે. જાન્યુઆરીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. રાશિદે ઘણા વિસ્તારોના ફૉટા અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યા હતા. રાશિદ માર્ચ 2019માં પાકિસ્તાનના ખુફિયા એજન્ટો સાથે જોડાયેલો હતો.      

gujarat isi national news pakistan