30 May, 2025 06:51 AM IST | Patan | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના પાટણ જિલ્લા (Patan Crime News)માંથી હચમચાવી મૂકે તેવી હત્યાના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં એક મહિલાએ બોલિવૂડ જાણીતી થ્રિલર ફિલ્મ દૃશ્યમમાંથી પ્રેરણા લઈને પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગી જવા માટે પોતાના જ મર્ડરનો ઢોંગ કર્યો હતો. આ મહિલાએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને જે કૃત્ય કર્યું છે એની કહાની જાણીને તમે પણ દંગ રહી જશો.
અહેવાલ અનુસાર જખોત્રા ગામમાં એક તળાવ પાસે ૫૬ વર્ષીય હરજીભાઈ સોલંકીનો અડધો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ બંને પ્રેમીઓએ સાથે મળીને એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોલીસને જાણ ન થાય એ માટે ગીતાએ પોતાના કપડાં પહેરાવીને તે મૃતદેહને આગ લગાડીને તમામ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે મૃતકના પરિવારના સભ્યોને મંગળવારે રાત્રે મૃતદેહ મળ્યો ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પહેલાં તો આ લોકોને લાગ્યું કે જે ડેડબૉડી મળી છે તે કોઈ સ્ત્રીની છે. કારણકે બૉડી પર સ્ત્રીના કપડાં હતા. પરંતુ પાછળથી ઘટસ્ફોટ થયો હતો કે આ ડેડબૉડી પુરુષની છે. તે ડેડબૉડી હરજીભાઈ સોલંકીની હતી નહીં કે ગીતાની.
આ ઘટના પાટણ જિલ્લાના (Patan Crime News) સંતાલપુર તાલુકામાં આવેલા જખોત્રા ગામમાં બની છે. આરોપી ૨૧ વર્ષની ગીતા આહીર અને તેના ૨૧ વર્ષના બોયફ્રેન્ડ ભરત આહીરની બુધવારે પાલનપુર રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી છે.
આરોપી ગીતા તેના પતિ સાથે જખોત્રા ગામમાં જ રહે છે. પરંતુ તે પોતાના પતિ સાથે ખુશ નહોતી. અને તે ભરત નામના યુવક જોડે સંબંધ ધરાવતી હતી. પોતાના પતિથી દૂર જઇ અને પોતાના બોયફ્રેન્ડ સાથે રહેવા (Patan Crime News) માટે તેણે તેના પ્રેમી સાથે ભાગી જવાનું નક્કી કર્યું. જેની માટે તેણે પોતાના ખોટા મર્ડરનો પ્લાન કર્યો. જેથી દરેકને વિશ્વાસ થઈ શકે કે તે પોતે મરી ગઈ છે. ગીતાએ અને ભરતે ગુજરાતમાંથી ભાગી જઇને બીજા કોઈ રાજ્યમાં સાથે રહેવા માટે આ કાવતરૂ કર્યું હતું.
માટે આ બંનેએ ગામ (Patan Crime News)માં જ રહેતા ૫૬ વર્ષીય હરજીભાઈ સોલંકીની હત્યા કરી હતી. બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો. ગીતાએ કહ્યું કે દૃશ્યમ-2 ફિલ્મ જોયા પછી તેણે પોતાને ખોટેખોટું મારી દેવાનો પ્લાન કર્યો હતો. તેના બોયફ્રેન્ડ ભરતે હરજીભાઈ સોલંકીને પકડ્યા. અને આ બંનેએ સાથે મળીને તેઓને મારી નાખવાનું કાવતરૂ કર્યું. 26 મેના રોજ ભરત હરજીભાઈને બાઇક પર બેસાડીને અવવારું જગ્યાએ લઈ ગયો ત્યાં તેઓનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ડેડબૉડીને જખોત્રાના તળાવ પાસે જવાઈ હતી. તેઓએ પહેલા હરજીભાઈની ડેડબૉડી પર ગીતાનો ઘાઘરો અને ચપ્પલ મૂક્યા. અને ત્યારબાદ પેટ્રોલનો ઉપયોગ કરીને ડેડબૉડી સળગાવી દીધી.