અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરાવવા કોંગ્રેસની વિધાનસભા અધ્યક્ષને રજૂઆત

08 May, 2019 02:57 PM IST  |  ગાંધીનગર

અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરાવવા કોંગ્રેસની વિધાનસભા અધ્યક્ષને રજૂઆત

પરેશ ધાનાણી અને રાજેન્દ્ર ત્રિવેદી

અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો હાથ છોડી ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરાવવા પ્રયત્ન કરી રહી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યોએ આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે રજૂઆત કરાઈ હતી.

અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસબ્યોએ પબુભા માણેકને પણ ધારાસભ્ય પદથી દૂર કરવા રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે દ્વારકા બેઠકની ચૂંટણી જ કોર્ટ રદ કરી ચૂકી છે. ત્યારે પબુભા શા માટે સસ્પેન્ડ નથી થયા, તે મુદ્દે વિપક્ષ વારંવાર સરકાર પર આક્ષેપ લગાવી રહી છે.

આ પણ વાંચોઃ સાસણગીરનો આ રિસોર્ટ છે ખાસ, આ વ્યક્તિઓ માટે રોકાવાનું છે એકદમ ફ્રી

કોંગ્રેસનો આરોપ છે કે ભગવાન બારડનું ધારાસભ્ય પદ રજાના દિવસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો, ભાજપે આ મામલે ઉતાવળ કરી હતી. ભૂપેન્દ્ર ખાંટના કિસ્સામાં પણ ભાજપે મીડિયાને સામેથી બોલાવી સસ્પેન્શનનો નિર્ણય લીધો. ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદ છતાંય પબુભા માણેકને હજી સુધી કેમ સસ્પેન્ડ નથી કરાયા. વિપક્ષે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પાસે પણ આ મામલે રજૂઆત કરી હતી.

Paresh Dhanani Alpesh Thakor gujarat news gandhinagar Gujarat Congress