ફી મામલે બે જૂથમાં વહેંચાયા અમદાવાદની ગ્લોબલ સ્કૂલના વાલીઓ

09 April, 2019 03:22 PM IST  |  અમદાવાદ

ફી મામલે બે જૂથમાં વહેંચાયા અમદાવાદની ગ્લોબલ સ્કૂલના વાલીઓ

ફી મામલે ગ્લોબલ સ્કૂલમાં હોબાળો(તસવીર સૌજન્યઃ ગ્લોબલ સ્કૂલ સાઈટ)

અમદાવાદની ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે ફરી હોબાળો થયો જ્યારે સ્કૂલે કેટલાક વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. વાલીઓને આરોપ છે કે ફી નિયમન સમિતિનો આદેશ હોવા છતા શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપી રહી. શાળાએ પ્રવેશ આપવાનો ઈનકાર કરતા વાલીઓએ હોબાળો કર્યો હતો.

આ પહેલા પણ ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલના ફી સ્ટ્રક્ચરને લઈને હોબાળો થઈ ચુક્યો છે. થોડા દિવસો પહેલા ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલે ફેસબુક પર પોસ્ટ કરીને આ મામલે ખુલાસો પણ કર્યો હતો. સ્કૂલના કહેવા પ્રમાણે જે બાળકોને પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા તેમના વાલીઓએ લાંબા સમયથી ફી નથી ભરી અને તેમને આ મામલે નોટિસ મોકલીને જાણ પણ કરવામાં આવી હતી.

શાળાનું કહેવું છે કે વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલની જે ફી બાકી છે તેનો આંકડો એક કરોડ થાય છે. અનેક વાર કહેવા છતા વાલીઓએ ફી ભરપાઈ ન કરતા તેમણે એડમિશન કેન્સલ કર્યા છે. સાથે તેઓ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ફોલો કરતા હોવાથી તેમની ફી વધારે છે.

ગ્લોબલ સ્કૂલની આ વાત સાથે વાલીઓએ પણ સોશિયલ મીડિયા પર સહમતિ દર્શાવી હતી. જ્યારે કેટલાક વાલીઓ સ્કૂલના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે. જેથી ફી મામલે વાલીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.

આ પણ વાંચોઃ ગુજરાત: હીટવેવથી બદલાયા સ્કૂલના ટાઇમિંગ

ahmedabad gujarat