પંચમહાલ : ટીચરે 12 વર્ષના વિદ્યાર્થીને ફટકાર્યો માર

22 April, 2019 04:04 PM IST  |  પંચમહાલ

પંચમહાલ : ટીચરે 12 વર્ષના વિદ્યાર્થીને ફટકાર્યો માર

પ્રતિકાત્મક તસવીર

પંચમહાલની ચંચોપા ગાામની શાળામાં એક શાળામાં વિદ્યાર્થીને ઢોર મારવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ 18 એપ્રિલે બન્યો હતો. બાળકના માતા પિતાની ફરીયાદ પછી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં આ શિક્ષક સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે.

બાળકની માતા અનુસાર 18 એપ્રિલ સાંજે બાળક ઘરે રડતો ઘરે આવ્યો હતો અને તેમણે પુછ્યું કે રડે છે ત્યારે બાળકે કહ્યું હતું કે તેમના કોઈ પ્રશ્નનો જવાબ ન આપવા બદલ શિક્ષક ગુલાબ બારિયા ગુસ્સે થઈ ગયા હતા અને તેને લાતો મારી હતી.12 વર્ષિય બાળકે કહ્યું હતું કે, લાત મારતા તે પડી ગયો હતો અને તેમ છતા ગુલાબ બારિયાએ તેને મારવાનું બંધ કર્યું હતુ નહી. મારના કારણે બાળકનો દાંત પડી ગયો હતો અને લોહી નીકળી ગયો હતો.

 

આ પણ વાંચો: વડોદરાઃ 3 વર્ષમાં MSUને મળ્યું 105 કરોડનું ભંડોળ, મેળવી 19 પેટન્ટ

 

આ ઘટના પછી બાળકના માતા-પિતા શિક્ષકને મળવા ગયા હતા અને તેમની સાથે બોલાચાલી થઈ હતી. શિક્ષકે તેમને પણ માર્યા હતા ત્યારબાદ ગામ લોકોએ આ શિક્ષકને માર્યો હતો અને તેને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ વિશે માહિતી મેળવી હતી અને આગળ તપાસ હાથ ધરી છે.

gujarat