ગુજરાતમાં ઇ-સિગારેટ પર બ્લેક ઓપન માર્કેટ શરૂ થઇ શકે છે

03 July, 2019 05:51 PM IST  |  Gandhinagar

ગુજરાતમાં ઇ-સિગારેટ પર બ્લેક ઓપન માર્કેટ શરૂ થઇ શકે છે

Gandhinagar : છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર ઇ સિગારેટ પર પ્રતિબંધ મુકવા પર વિચારી રહી હતી. ત્યારે ગુજરાત વિધાનસભામાં ઇ સિગારેટને લઇને પણ ચર્ચા થઇ હતી. ઇ-સિગારેટ પરના પ્રતિબંધને લઇને ઇન્ડિયાના ટ્રેડ રિપ્રેઝેન્ટિવ અને સ્વૈચ્છિક સંગઠન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે ભાગીદારોને કોઇપણ પ્રકારનું માર્ગદર્શન આપ્યા વગર કે પછી અન્ય તથ્યોની તપાસ કર્યા વગર ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવા માટે કોઇપણ પ્રકારની ઉતાવળ ટાળવાની વિનંતી કરી છે.

હેલ્થ મિનિસ્ટર  ડા. હર્ષવર્ધન સમક્ષ એમઓએચ એન્ડ એફડબલ્યુએ એસોસિએશનના વિચારોની અપૌચારિક રીતે રજૂઆત કરી છે. એમઓએચ એન્ડ એફડબલ્યુ અને ટ્રેન્ડ્‌સે તાજેતરના મીડિયા રિપોટ્‌ર્સના આધારે તેમની ચિંતાઓને સરકાર સમક્ષ રજૂ કરી છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (ડીટીએબી) ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લાવવા માટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ના સેક્શન ૨૬ એ અને ૧૦ એ હેઠળ તેમની આયાત પર પ્રતિબંધ કરવાની દરખાતને  ટાળી શકે છે. પ્રતિનિધિત્વ મંડળ એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કોઇ ડ્રગ્સ નથી. આ ધુમ્રપ્રાન કરનાર લોકો માટે ધૂમ્રપાન ઘટાડવાનો એક વિકલ્પ છે. જે ધૂમ્રપાન કરનાર લોકોને સ્વિચ કરવા માંગે છે.

ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સનું એક સંક્ષિપ્ત રૂપ છે. આમાં માઇક્રો બેટરી સંચાલિત ઉપકરણો હોય છે. જે સામાન્ય રીતે ઇ-સિગારેટ્‌સ તરીકે ઓળખાય છે. જે ધૂમ્રપાનની સંવેદનાનું અનુકરણ કરે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ઉત્પાદનો જ્વલનશીલ સિગારેટ માટે એક સક્ષમ વિકલ્પ તરીકે ઊભરી આવ્યા છે. કારણ કે તેમાં કોઇપણ પ્રકારનું તમાકું નથી. પણ સમાન્ય માત્રમાં તમાકુના અવશષો જેમ કે ટાર, કાર્બન મોનોક્સાઇડ હોય છે.

gujarat