બાપ રે.! ઓમિક્રોનના ખળભળાટ વચ્ચે દુબઈથી અમદાવાદ આવેલા 30 યુવાનો કોરોના પોઝિટિવ

04 December, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓમિક્રોન વેરિએન્ટના ખળભળાટ વચ્ચે ગુજરાતમાં પણ હવે ભયનો માહોલ ઉભો થયો છે.

પ્રતીકાત્મક તસવીર

ઓમિક્રોન(Omicron)વેરિએન્ટના ખળભળાટ વચ્ચે ગુજરાતમાં પણ હવે ભયનો માહોલ ઉભો થયો છે. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર પરત ફરેલા 30થી વધુ યુવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. 

જે યુવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે તેમાંથી મોટાભાગના લોકોની ઉંમર 16થી 26 વર્ષ છે. દુબઈમાં યોજાયેલા લગ્ન સમારંભનો ભાગ બનવા અમદાવાદથી જુદી-જુદી ફ્લાઇટો દ્વારા સાડા પાંચસોથી વધુ લોકો ગયા હતા. જેમાંથી પરત ફરેલા 30થી વધુ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ચિંતા વધી છે. કારણ કે દુબઈ ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં દેશ-વિદેશના અનેલ લોકો પણ હાજર હતા અને આ લોકો તેમના સંપર્કમાં આવ્યા હોવાનો ડર છે. 

જો અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે પણ કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યુ હતું. શુક્રવારે કોરોનાના નવા પંદર કેસ નોંધાતા બે દિવસમાં કોરોનાના કુલ ત્રીસ કેસ નોંધાયા હતા. 

કોરોનાને કારણે શુક્રવારે એક દર્દીનું મોત થયુ છે. ૧૮ દર્દીઓ કોરોનામુકત થયા હતા. શહેરના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૫૮૨ લોકોને કોરોના વેકિસનનો પહેલો અને ૧૨૭૬૩ લોકોને રસીનો બીજો ડોઝ મળી કુલ ૧૬૩૪૫ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી. 

guarat gujarat news coronavirus Omicron Variant