અલ્પેશ ઠાકોર ગુરુવારે ભાજપમાં જોડાશે, પ્રધાનપદ સામે પ્રશ્નાર્થ

17 July, 2019 12:22 PM IST  | 

અલ્પેશ ઠાકોર ગુરુવારે ભાજપમાં જોડાશે, પ્રધાનપદ સામે પ્રશ્નાર્થ

અલ્પેશ ઠાકોર ગુરુવારે ભાજપમાં જોડાશે

કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી પક્ષ વગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકરો આખરે ગુરૂવારે ભાજપમાં સામેલ થશે. જો કે હાલ તેમને પ્રધાનપદ આપવામાં આવશે કે નહી તે નક્કી કરવામાં આવ્યું નથી. હાલ અલ્પેશ ઠાકોર ભાજપમાં સામાન્ય કાર્યકર્તા તરીકે ફરજ બજાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. કૉન્ગ્રેસમાંથી છૂટા પડ્યા પછી ભાજપમાં સામેલ થવા માટે અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યા હતા કે, પાર્ટી જે કામ આપશે તે કરવા માટે તૈયાર છે. અલ્પેશ ઠાકોર સાથે પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ પણ ભાજપમાં જોડાશે.

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે અલ્પેશને પ્રભારી સહિતની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમ છતા અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. કોંગ્રેસે આ બાદ તેના પર કાર્યાવાહી કરવા માટે વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખ્યો હતો. કોંગ્રેસે અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરવાની પણ અરજી કરી હતી.

આ પણ વાંચો: ઠાકોર સેનાની કૉર કમિટીનો નિર્ણય, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બીજેપીમાં જોડાશે

5 જુલાઈએ યોજાયેલી પેટા ચૂટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહે પોતાના ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું હતું. ભાજપમાં પણ અલ્પેશ ઠાકોરને પ્રધાન પદ આપવા સામે સિનીયર નેતાઓના સૂર ઉઠ્યા હતા. અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રધાનપદ આપવા સામે ભાજપની અંદર ધીમો વિરોધ જોવા મળ્યો હતો. અલ્પેશ ઠાકોરને પ્રધાનપદ આપવા સામે ભાજપના સિનિયર નેતાઓ એકબીજા સાથે મુલાકાત કરી રહ્યા છે અને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા. જો કે હવે અલ્પેશ ઠાકોરમાં ફરીથી એક સામાન્ય કાર્યકર્તા તરીકે નવી શરૂઆત કરશે.

Alpesh Thakor gujarati mid-day